અમદાવાદ: ખેડામાં મહિપતસિંહ ચૌહાણ સહિત 3 લોકો પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે મહિપતસિંહ ચૌહાણના સમર્થનમાં યુવરાજસિંહ જાડેજા આવ્યા છે. આ બાબતે તેમણે કહ્યું કે, જે રીતે રાજકીય કિન્નાખોરી રાખી મહિપતસિંહ ચૌહાણને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે ગુજરાતનો તમામ યુવા વર્ગ, મજદૂર વર્ગ, બાળકો મહિપતસિંહ સાથે ખભોથી ખભો મિલાવી ઊભા છીએ. જે રીતે ભ્રષ્ટ સત્તાપક્ષ રાજકીય કિન્નાખોરી રાખી પોતાના મિલ માલિકોને માધ્યમ બનાવી અને સામાન્ય મજદૂરને હાથો બનાવી બનાવટી FIR દાખલ કરી જે હેરાન કરી રહ્યા છો તે ખૂબ નિંદનીય બાબત છે. યાદ રાખજો ભોગવવાનો વારો તમારો પણ આવશે.
ADVERTISEMENT
યુવરાજ સિંહ જાડેજાએ વધુ માં કહ્યું કે, મહિપતસિંહ ચૌહાણ એકલા નથી. ગુજરાતનો તમામ યુવા વર્ગ એની સાથે ખભો થી ખભો મીલાવી ઉભો છે. અને આ એ મહિપતસિંહ છે જેને હંમેશા જ્ઞાતિ જાતિ જોયા વિના દરેક સમાજની મદદ કરી છે. સર્વ સમાજ હિત માટે સેના ચલાવી છે. મજદૂરના હક માટે લડ્યા છે. તો ક્યારેય એને પૂછવા નથી ગયા તમે ક્યાં જ્ઞાતિ ના, જે નિઃસહાય બાળકો છે એને સક્ષમ બનાવવા શિક્ષણ એ જ સંકુલ માધ્યમ થી મદદ કરી છે. એમને ફસાવવા કે એનો અવાજ દબાવવા માટે કિન્નાખોરી રાખી ઊભા કરેલ એકપણ બનાવટી કેસથી કોઈ અસર નહીં પડે.
ખોટા ગુનામાં ફસાવવાનો પ્રયાસ
યુવરાજ સિંહ જાડેજાએ સત્તાપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લે કેટલાય સમયથી ભ્રષ્ટ સત્તાપક્ષ જે પણ સામજિક આગેવાન છે, ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને હેરાન પરેશાન કરી રહી છે. કોઈને કોઈ રીતે એનો અવાજ દબાવવા નો પ્રયાસ કરે છે. મહિપતસિંહ હોઇ, મેહુલભાઈ બોઘરા હોઈ, મને પણ કોઈને કોઈ રીતે ખોટા ગુનામાં ફસાવવા નો પ્રયાસ કરેલ છે. ખરેખર સત્તાપક્ષ એ તો આવા ક્રાંતિકારીઓની મદદ કરવી જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ જે અનીતિ, ભ્રષ્ટાચાર, દુષણો દૂર કરવા લડી રહ્યા છે. મહીપતસિંહ ચિંતાના કરતા અમે તમામ આપની સાથે છીએ.
શું છે મામલો
ખેડા પોલીસ સ્ટેશનમાં મહિપતસિંહ ચૌહાણ સામે એટ્રોસિટીનો ગુન્હો દાખલ થયો છે. વિગત અનુસાર ખેડાના ચિત્રાસરમાં રહેતા ગૌતમ શ્રીમાળી નાયકા પાસે આવેલ અમીતારા હાઇટેક લીમીટેડ કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. 20મીના રોજ લવાલ ગામના મહિપતસિંહ આશરે 200થી 250 માણસોનું ટોળું લઇ કંપનીના ગેટ પર આવી કંપનીમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. તે સમયે ઝપાઝપી થઈ હતી. આ બાબતે ગૌતમ શ્રીમાળીની ફરિયાદ આધારે ખેડા પોલીસે મહિપતસિંહ, ભીખાભાઈ અને ઉપેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
ADVERTISEMENT