અમદાવાદ: ગુજરાત રાજ્ય કૌભાંડોનું નગર બની ગયુ છે. પેપરલીક કાંડ , નોકરીકાંડ.. દર વખતે , દરેક પરીક્ષામાં પેપરલીક થાય નોકરી મેળવવા માટે નાણાં આપવામાં આવે છે. આ બધુ વારંવાર થાય છે તો કેમ કોઈ કાર્યવાહી નથી થતી.. એક મહિના કરતા વધારે સમયથી કોઈ નકલી પીએસઆઈ બનીને ટ્રેનિંગ લઈ રહ્યો હોય છે. અને કોઈને ક્યારેય ખબર નથી પડતી. સીસ્ટમ છે સંશાધનો છે તો પછી કેમ કઈ પગલા લેવાતા નથી. સીસ્ટમને બદલવા માટે સરકાર કેમ તૈયાર નથી એક વ્યક્તિ છે જે સીસ્ટમની ખામીને ઉજાગર કરે છે. હવે એના પર માહિતી લીક કરવાનો આરોપ લાગ્યો છે.
ADVERTISEMENT
યુવરાજસિંહ 2014થી સતત દરેક પરીક્ષા લેવામાં રહેલી ખામીને ઉજાગર કરી રહ્યાં છે. દરેક વખતે પૂરાવા સાથે રજુ કરે છે.. એમની પાસે આ પૂરાવા આવે છે ક્યાંથી… યુવરાજસિંહને માહિતી કોણ આપે છે… શું તેમના પર એક્શન લેવાઈ શકે છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક પ્રેસનોટ કરાઈ દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, કરાઈ એકેડમી ખાતે હાલમાં પીએસઆઈની ટ્રેનિંગની ચાલી રહી છે. જેમાં કુલ 582 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનાં પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્યાન ઉપર આવેલ જેમાં મયુરભાઈ લાલજીભાઈ તડવી નામનો વ્યક્તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નથી.
મયુર તડવી પર વોચ રાખવામાં આવી હતી
ત્યારે એકેડમીનાં અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ આ વ્યક્તિ પર વોચ રાખી હતી અને તે કોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી. તે બાબતની ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં આ પ્રેસનોટમાં યુવરાજસિંહે લગાવેલા આરોપો સામે સત્ય રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે તેના પર જ આરોપો લગાવવામાં આવ્યા છે.યુવરાજસિંહે પ્રેસ કોન્ફ્રેંસ કરી કહ્યું હતું કે આ ઘટના પાછળ કોઈ અધિકારીનો હાથ હોઈ શકે. કારણ કે કોઈ ઉચ્ચ અધિકારીની રહેમરાહ હોય તો જ આટલી મોટી ઘટના કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે. જેના સામે પોલીસ ભરતી વિભાગે કહ્યું છે કે આ હકીકત નથી વાત અલગ છે.
કરાઈ એકેડમીના તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. આ તમામ લોકોનાં પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્યાન ઉપર આવેલ જેમાં મયુરભાઈ લાલજીભાઈ તડવી નામનો વ્યક્તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નથી. ત્યારે એકેડમીનાં અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ આ વ્યક્તિ પર વોચ રાખી હતી અને તે કોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી. તે બાબતની ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી છે. ચારેક દિવસ પહેલા જ તપાસ શરુ કરી દેવામાં હતી. હવે પ્રેસનોટમાં એવું પણ લખ્યું છે કે, વડોદરામાંથી જે નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા જેમાં મયુર તળવીનો ઓળખીતો મેહુલ રાઠવા ઉતીર્ણ થયો હતો તેની પાસેથી નિમંણૂક પત્ર મેળવ્યો અને ત્રીજા નંબર પર વિશાલ રાઠવાના સ્થાને પોતાનું નામ ઉમેરી દીધું.
યુવરાજસિંહ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આટલી માહિતી પછી યુવરાજસિંહ પર આરોપ લગાવવામાં આવે છે કે. તેણે કરેલી પ્રેસ કોન્ફ્રેન્સના કારણે ગુપ્ત તપાસમાં અવરોધ ઉભો થાય તે રીતે તમામ વિગતો જગજાહેર કરી હતી. સાથે એવુ પણ લખ્યું છે કે, આ માહિતી જગ જાહેર કરવામાં કોઈ રાજકીય આશય છે. આ ગુપ્ત ઈન્કવાયરીને અવરોધ ઉભો કરવો અને સરકારની છબી ખરડાય એવા પ્રયાસો કરવાનો પણ આરોપ છે.
લ્યો બોલો ગુજરાતમાં સાંસદ સભ્યની ઓફિસ પણ નથી સેફ, મહેસાણાના સાંસદની ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો
ત્યારે હવે યુવરાજસિંહ પાસે માહિતી ક્યાંથી આવી તેની પણ તપાસ કરવામાં આવશે. જો કે આપને એ પણ જણાવી દઈએ કે, આ આખીય પ્રેસનોટમાં યુવરાજસિંહના નામનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પરંતુ આડકતરી રીતે રાજકીય આશયથી તેઓ આ બધુ કરતા હોવાનો આરોપ તેના પર લગાવાયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT