પિતાનું વેર પુત્ર સાથે લીધુંઃ Bhavnagar માં હોર્ન મારવા બાબતે ઠપકો આપતા ઘરમાં ઘુસી યુવકની હત્યા

Bhavnagar Crime News: ભાવનગરમાં બાઈકમાં હોર્ન મારવા જેવી બાબતે યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

Bhavnagar Crime News

હોર્ન મારવા બાબતે ઠપકો આપતા દાજ રાખી પિતાનું વેર પુત્ર સાથે લીધું

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હોર્ન મારવા જેવી બાબતે યુવકની હત્યા

point

યુવકની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

point

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી

Bhavnagar Crime News: ભાવનગરમાં બાઈકમાં હોર્ન મારવા જેવી બાબતે યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 26 ફેબ્રુઆરીએ બનેલ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જેમાં ગઈકાલે યુવાને દમ તોડતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી છે. હાલ વરતેજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. 

હોર્ન મારતા આપ્યો હતો ઠપકો

મળતી માહિતી અનુસાર, ભાવનગરના આખલોલ જકાતનાકા ખાતે રહેતો પ્રકાશ કાનજીભાઈ બોરીચા નામનો શખ્સ આ વિસ્તારમાં જ રહેતા બદાભાઈ મકવાણાના ઘર પાસેથી અવાર-નવાર બાઈક લઈને હોર્ન મારતા-મારતા નીકળતો હતો. જેથી દોઢેક મહિના પહેલા પ્રકાશને બદાભાઈએ ઠપકો આપ્યો હતો. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલે બંનેનું સમાધાન થઈ ગયું હતું. 

સમાધાન થયા છતાં કર્યો હુમલો 

છતાં ગત 26 ફેબ્રુઆરીએ પ્રકાશ આ ઘટનાની દાઝ રાખીને બદાભાઈના ઘરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ઘુસી ગયો હતો. આ દરમિયાન તેણે બદાભાઈના પત્ની જયાબેનને પાટું માર્યું હતું. જેમાં બદાભાઈનો પુત્ર કિશન મકવાણા (ઉં.વ 18) વચ્ચે પડતા પ્રકાશે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. 

18 વર્ષના યુવકને ઝીંકી દીધી છરી

જે બાદ કિશનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બનાવ અંગે બદાભાઈ મકવાણાએ ગત 27 ફેબ્રુઆરીના રોજ પ્રકાશ નામના શખ્સ સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને જેલના હવાલે કર્યો હતો. 

સારવાર દરમિયાન યુવકનું મોત

તો કિશનની સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અહીં આજે કિશનનું મૃત્યુ નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. જેથી વરતેજ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

    follow whatsapp