VIDEO: ગરબા રમતા રમતા જ 21 વર્ષનો યુવક ઢળી પડ્યો, પળવારમાં પ્રાણ પંખેરું ઉડી ગયું

હેતાલી શાહ/આણંદ: ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં ગરબે રમતા 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેનો વીડિયો…

gujarattak
follow google news

હેતાલી શાહ/આણંદ: ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં ગરબે રમતા 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 21 વર્ષીય યુવકના મોતને પગલે તારાપુરમાં શોકનો માહોલ છવાયો છે.

ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો
આજકાલ હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. તેવામાં આણંદ જિલ્લાના તારાપુરમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તારાપુરની શિવ શક્તિ સોસાયટી દ્વારા નવરાત્રીના 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. દરમ્યાન 30 સપ્ટેમ્બરના રોજ 21 વર્ષીય વિરેન્દ્રસિંહ રમેશભાઈ રાજપૂત ખુશીથી ગરબા રમી રહ્યા હતા. વિરેન્દ્રસિંહ ગરબા રમી રહ્યો હતો તેનો વિડિયો તેના મિત્રો બનાવી રહ્યા હતા, તે દરમિયાન યુવક અચાનક પડી ગયો.

હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ મોત
જેથી સોસાયટીના તમામ લોકો તાત્કાલિક યુવકને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ રસ્તામાં યુવકનું મોત નીપજ્યું. તબીબે જણાવ્યું કે, યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે યુવકને મોત થયુ છે. જેને લઈને તારાપુરમાં નવરાત્રીનો તહેવાર માતમમાં છવાયો છે. વીડિયોની શરૂઆતમાં વીરેન્દ્ર સિંહ ખૂબ જ અસ્વસ્થ લાગે છે, તેમ છતાં ગરબા રમવાના શોખને કારણે તે ગરબા રમે છે અને અંતે ગરબા રમતા રમતા નીચે પડી જાય છે.

ગામમાં શોકનો માહોલ છવાયો
21 વર્ષીય વિરેન્દ્ર સિંહ રાજપૂતના પિતા મોરજ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય છે. અને વીરેન્દ્ર સિંહ બે ભાઈઓમાં નાનો હતો. ગરબે રમતા દરમિયાન તબિયત લથડતા સ્વસ્થ વિરેન્દ્રસિંહનું આકસ્મિક મોત થતાં પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

    follow whatsapp