રાયપુર: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સીરિઝની બીજી મેચ આજે રમાનારી છે. રાયપુરમાં પહેલીવાલ કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે. એવામાં અહીંના લોકો પણ મેચ જોવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમે હૈદરાબાદમાં રમાયેલી સીરિઝની પહેલી વન-ડેમાં જીત મેળવી લીધી છે. એવામાં હવે તેનો પ્રયાસ સીરિઝમાં બીજી મેચ જીતીને અજેય લીડ લેવાનો હશે.
ADVERTISEMENT
ચહલે ડ્રેસિંગ રૂમમાંથી વીડિયો બનાવ્યો
બીજી મેચ પહેલા બીસીસીઆઈએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ ટીવી ડ્રેસિંગ રૂમના સર્વે કરતા દેખાઈ રહ્યો છે. વીડિયોમાં ચહલ કહે છે કે, આજે આપણે ડ્રેસિંગ રૂમનો સર્વે કરાવીશું.’ ચહલે આ બાદ કેપ્ટન અને વાઈસ-કેપ્ટનથી બધાનો પ+રિચય કરાવ્યો. વીડિયોમાં ચહલ ઈશાન સાતે મજાક કરતા પણ દેખાય છે. ચહલે ઈશાનને પૂછ્યું કે, શું તમે આપણા દર્શકોને તમારી બેવડી સદી પાછળ મારા યોગદાન વિશે જણાવશો?
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મંત્રી અને BJPના ધારાસભ્ય સામે આબુમાં સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ
ઈશાન કિશન સાથે કરી મસ્તી
ઈશાને મસ્તીભર્યા અંદાજમાં જવાબ આપ્યો કે, મેચ પહેલા તેમણે (ચહલે) મને સીરિયસ થવા અને સમય પર ઊંઘવા માટે કહ્યું હતું. તેમણે મને કહ્યું કે પોતાના પર વિશ્વાસ રાખ, તારે સદી કરવાની છે, પરંતુ મેં તેમની એકપણ વાત ન સાંભળી.’ ચહલે તરત જ ટોકતા કહ્યું, કારણ કે હું ત્યાં (બાંગ્લાદેશ)માં નહોતા. પછી બંને હસવા લાગે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાને મેચ પહેલા જમવામાં શું મળે છે?
આ બાદ ચહલ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે જાય છે. રોહિત ચહલ સાથે હાથ મિલાવતા કહે છે, સારું ફ્યુચર છે તારું. બાદમાં ચહલ ફેન્સને ફૂડ કોર્ટ બતાવે છે અને જ્યાં વ્યંજનોનો ભંડાર રહેલો છે.
ADVERTISEMENT