યજ્ઞેશ દવેએ કહ્યું- સરકારી નોકરી મળે એ જ રોજગાર નથી, BJPના શાસનમાં લોકોએ વેપાર ક્ષેત્રે પણ વિકાસ કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે 29 નવેમ્બરે GUJARAT TAK બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ યજ્ઞેશ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે 29 નવેમ્બરે GUJARAT TAK બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ યજ્ઞેશ દવેએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આની સાથે તેમણે સતત ઉઠી રહેલા રોજગારીના પ્રશ્નો તથા પેપરલિક કાંડ વિશે પણ મોટો ખુલાસો કર્યો હતો. તથા કોમી ખપ્પરમાંથી ભાજપે ગુજરાતને ઉગાર્યું હોવાની ચર્ચા પણ કરી હતી.

માત્ર સરકારી નોકરીને જ રોજગાર ન કહેવાય- યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવેએ કહ્યું કે ગુજરાતમાં આવીને ભાજપે કામ કર્યું છે એ જનતાને યાદ અપાવવું જરૂરી છે. કારણ કે જે સમયે કોમી ખપ્પરમાં ગુજરાત હોમાયું હતું એમાંથી ભાજપે રાજ્યને ઉગાર્યું છે. યુવાઓના બેરોજગારી મુદ્દે યજ્ઞેશ દવેએ કહ્યું કે ભાજપે ગત 5 વર્ષની વાત કરીએ તો રોજગાર મેળા કર્યા છે. 925થી વધુ નાના મોટા રોજગાર મેળા થયા છે. સરકારી નોકરી મળે એ જ રોજગાર નથી. પ્રાઈવેટ નોકરીઓ મળે, સ્વરોજગાર કરી શકે એને પણ રોજગારી કહેવાય.

દેશમાં સૌથી વધુ રોજગાર ગુજરાતમાં- યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવેએ દાવો કરતા કહ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય એવું છે કે જે સૌથીવધુ રોજગારી આપે છે. ભાજપે સતત પ્રયત્નો કર્યા છે.

યુવરાજ સિંહ પર નિશાન સાધ્યું
પેપરલિક કાંડ મુદ્દે તેમણે કહ્યું કે પ્રન્ટિંગ પ્રેસના માલિકની ધરપકડ કરાઈ હતી. વળી યુવરાજ સિંહે એવા કોઈ પુરાવા નથી આપ્યા કે કોઈ વ્યક્તિની સંડોવણી થઈ હોવાનું જેમાં સામે આવ્યું હોય. આ સરકારને બદનામ કરવાનું કાવતરુ ચાલી રહ્યું છે.

    follow whatsapp