Yuzvendra Chahal: ICC ODI વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતની ધરતી પર રમાશે. આ મેગા ઈવેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત 5 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં જવાની છે. આ સાથે જ અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે.
ADVERTISEMENT
લેગ સ્પિનનર ટીમમાં સ્થાન ના મેળવી શક્યો
અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ યુઝવેન્દ્ર ચહલને લઈને સૌથી ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ લેગ સ્પિનર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો નથી. ચહલના ટીમમાં ન હોવાના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે યુઝવેન્દ્ર ચહલે વર્લ્ડ કપમાંથી બહાર થવા પર મોટું નિવેદન આપ્યું છે. ચહલે કહ્યું કે ટીમ સિલેક્શન એવી છે જે તેના હાથમાં નથી. ચહલે કહ્યું કે તેનું સપનું ટેસ્ટ ક્રિકેટ પણ રમવાનું છે.
ચહલે એક અંગ્રેજી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. જ્યારે તેઓ સફેદ કપડા પહેરે છે અને લાલ બોલથી ક્રિકેટ રમે છે ત્યારે તેઓ ટોચ પર પહોંચે છે, મારું પણ આવું જ સ્વપ્ન છે. મેં મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ઘણું હાંસલ કર્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હજુ પણ મારા ચેકલિસ્ટમાં છે.
મારા નામ આગળ લાગે ટેસ્ટ ક્રિકેટરનું ટેગઃ ચહલ
તેણે કહ્યું, ‘મારું સપનું છે કે મારા નામની આગળ ‘ટેસ્ટ ક્રિકેટર’નું ટેગ લાગે. આ સપનું પૂરું કરવા માટે હું ડોમેસ્ટિક અને રણજી ગેમ્સમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. આશા છે કે ટૂંક સમયમાં મને ભારતીય ટેસ્ટ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
Ahmedabad News: અમદાવાદના હજારો લોકોને ઈ-ચલણ ભરવાનું કહી રૂપિયા ખંખેરતા શખ્સો પર તવાઈ
ચહલ કહે છે, ‘કેટલીક વસ્તુઓ તમારા હાથમાં નથી હોતી, તેથી તેના વિશે વધુ વિચારશો નહીં. જ્યાં સુધી હું રમી રહ્યો છું, મારું ધ્યાન મારું સર્વશ્રેષ્ઠ આપવા અને સારું પ્રદર્શન કરવા પર છે. મેચ ગમે તે હોય, મારું લક્ષ્ય મારું 100 ટકા આપવાનું છે. પસંદગી એવી વસ્તુ છે જે આપણા હાથમાં નથી.
યુઝવેન્દ્ર ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 14 મેચમાં 20.57ની સરેરાશ અને 8.17ના ઈકોનોમી રેટથી 21 વિકેટ લીધી. જો જોવામાં આવે તો ચહલે 2021થી અત્યાર સુધી 18 વનડેમાં 26.62ની એવરેજથી 29 વિકેટ લીધી છે.
વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ , ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ.
ADVERTISEMENT