Women Hockey Junior Asia Cup 2023 માં ભારતે ઈતિહાસ રચી દીધો છે. મહિલા ટીમે દક્ષિણ કોરિયાની ટીમને હરાવીને પહેલી વાર હોકી જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતની ટીમે યશસ્વી પ્રદર્શન કરતા દક્ષિણ કોરિયન ટીમને પરાજીત કરી હતી. એશિયા કપનો ખિતાબ ખાતે કર્યો હતો. આ ખિતાબ જીતવા માટે બંને ટીમો વચ્ચે ખુબ જ રસપ્રદ રસાકસી થઇ હતી. જો કે ખાસ વાત છે કે પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ ફટકારી શકી નહોતી.
ADVERTISEMENT
બીજા ક્વાર્ટરમાં અનુએ પેનલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કરીને ખાતું ખોલાવ્યું હતું. તેણે 22મી મિનિટે ગોલકીપરની ડાબી બાજુથી ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. બાદમાં દક્ષિણ કોરિયાએ 3 મિનિટ બાદ પાર્ક સેઓ યેને ગોલ કરીને સ્કોર 1-1 થી બરાબર કરી દીધો હતો. સ્કોર બરાબરી પર આવી જતા મેચ ખુબ જ રસપ્રદ પડાવમાં પહોંચી હતી.
બંને ટીમો પોતાની તમામ શક્તિ કામે લગાડીને ખિતાબ જીતવા માટે પ્રયાસો કરી રહી હતી. ભારત માટે 41મી મિનિટે નીલમે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે જ ભારત ખિતાબ જીતી ગયું હતું. અનુનો ગોલ ભારત માટે વિજયી ગોલ સાબિત થયો હતો. ભારત 2-1 ની સરસાઈ પર આવી ગયું હતું. ત્યાર બાદ સમગ્ર ટીમનું ધ્યાન માત્ર ડિફેન્સ પર રહ્યું હતું.
દક્ષિણ કોરિયાએ ભારતીય ટીમ વિરુદ્ધ આક્રમક વલણ દાખવીને ગોલ કરવાના વારંવાર પ્રયાસો કર્યા હતા. જો કે ભારતીય ટીમની મજબુત ડિફેન્સ સ્ટ્રેટેજીના કારણે ટીમ ગોલ ફટકારી શકી નહોતી. અને દક્ષિણ કોરિયાની ટીમ પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી શકી નહોતી. ભારતની શાનદાર ડિફેન્સ સ્ટ્રેટેજીનો પરિચય આપ્યો હતો. આખરે ભારતીય ટીમ 2-1 થી વિજેતા થઇ હતી.
ADVERTISEMENT