સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક વેપારીને ઘરે બોલાવીને હનીટ્રેપમાં ફસાવનારી મહિલા પોલીસે ઝડપી પાડી છે. આરોપી મહિલાએ વેપારી સાથે મિત્રતા કેળવીને ઘરે મળવા બોલાવ્યો હતો અને બાદમાં તેના કપડાં કઢાવી ફોટો પાડ્યા હતા. આ ફોટો બતાવીને ધમકી આપી રૂ.1.10 લાખની માગણી કરી હતી. જોકે યુવક પૈસા લેવા જવાનું બહાનું કરીને ત્યાંથી ભાગીને પોલીસ પાસે પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
ફોન પર પુરુષો સાથે મિત્રતા કરી ટ્રેપમાં ફસાવાતા
સુરતમાં પુરુષો સાથે ફોન પર મિત્રતા કરીને વિશ્વાસ કેળવી મળવા બોલાવી ફસાવાતા હતા. સોનલ નામની યુવતીએ મોટા વરાછાના વેપારી સાથે મિત્રતા કરી હતી. બાદમાં તેને મકાનમાં મળવા બોલાવ્યો હતો. વેપારી રૂમમાં પ્રવેશતા જ તેના કપડા કાઢી નાખવામાં આવ્યા. બાદમાં સોનલના પતિ તથા અન્ય ત્રણ વ્યક્તિઓએ રૂમમાં ઘુસીને ફોટો પાડી લીધા અને ફરિયાદ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરવા લાગ્યા. આખરે 1.10 લાખની માગણી કરવામાં આવી હતી. વેપારીના ખિસ્સામાં પડેલા રોકડા રૂપિયા પણ લઈ લીધા.
ATMમાં પૈસા ઉપાડવાને બહાને ભાગ્યો વેપારી
જે બાદ વેપારી ATMમાં પૈસા ઉપાડવાનું બહાનું કરીને ત્યાંથી બહાર નીકળી ગયો અને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ હનીટ્રેપ મામલે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે ગઈકાલે ક્ર્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અઠવા વિસ્તારમાંથી સોનલ નામની યુવતીની પણ ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે આ અગાઉ સોનલે અન્ય કોને કોને ટ્રેપમાં ફસાવ્યા હતા તેને લઈને પૂછપરછ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT