અમદાવાદ: શહેરમાં મેટ્રોમોનિયલ સાઈટ પર લાઈફ પાર્ટનર શોધી રહેલી યુવતી સાથે વિશ્વાસઘાતની ઘટના બની છે. યુવકે પોલીસની ખોટી ઓળખ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે હાલ તો પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
મેટ્રોમોનિયલ સાઈટ પર મળ્યો યુવક
ઘટનાની વિગતો મુજબ, વટવા વિસ્તારમાં રહેતી 35 વર્ષની પરિણીત મહિલાના હરિયાણા યુવક સાથે ઘણા વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે પતિ પરિણીતા સાથે સંબંધ નહોતો રાખતો એવામાં તે નવો જીવનસાથી શોધી રહી હતી. આથી તે મેટ્રોમોનિયલ સાઈટ યુવકો શોધી રહી હતી દરમિયાન આરોપી પરેશ સુથાર નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. દરમિયાન પરેશે પોતે બોટાદ પોલીસમાં નોકરી કરતો હોવાની વાત પરિણીતાને કરી હતી.
લગ્નની લાલચ આપી યુવકે સતત દુષ્કર્મ આચર્યું
દરમિયાન આરોપી લાંબા સમય સુધી પરિણીતાને લગ્નની લાલચ આપીને તેના પર બળાત્કાર ગુજારી રહ્યો હતો. આખરે મહિલાએ લગ્નની વાત કરતા તે બહાના કાઢવા લાગ્યો અને છેલ્લે પરિવારના સભ્યો લગ્નની ના પાડે છે તેમ કહી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી મહિલાએ નકલી પોલીસ બનીને તેને છેતરી રહેલા યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આરોપી અગાઉ સોલામાં નકલી પોલીસ બની ફરતા પકડાયો હતો
આરોપી પકડાયો ત્યારે તેનું ડ્રેસિંગ અને હેરસ્ટાઈલ પર પોલીસ જેવી હતી. પોતે બોટાદ પોલીસમાં હોવાનું જણાવતા પોલીસે આ મામલે તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું કે તેને પોલીસમાં ભરતી થવું હતું જોકે તેના સપના પૂરા થઈ શક્યા નહીં એટલે તે નકલી પોલીસ બનીને ફરવા લાગ્યો. એકવાર તે સોલામાં નકલી પોલીસ તરીકે પકડાઈ ચૂક્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT