થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાની મહિલા ધારાસભ્ય ગીતા જૈન મંગળવારે ચર્ચામાં હતી. ચર્ચા એટલા માટે થઈ રહી હતી કારણ કે, તેણે પદની ગરિમા ભૂલીને, જાહેરમાં એક સરકારી એન્જિનિયરને લાફા મારી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતાં ધારાસભ્ય ગીતા જૈનની ઘણી ટીકા થઈ રહી છે.
ADVERTISEMENT
ગીતા ભાઈંદરના અપક્ષ ધારાસભ્ય છે. તે વિસ્તારમાં બાંધકામના કામ માટે કોર્પોરેશનના એન્જિનિયરથી નારાજ હતા. વાયરલ વીડિયોમાં મીરા ભાઈંદરના ધારાસભ્ય ગીતા જૈન સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના બે એન્જિનિયરો સાથે કેટલાક બાંધકામના કામને તોડી પાડવા માટે અપશબ્દો કહેતા સંભળાય છે. વાસ્તવમાં બાંધકામના કામો સામે ઈજનેરોની કાર્યવાહીના કારણે બાળકો સહિત રહીશોને ચોમાસા પહેલા રસ્તા પર રહેવાની ફરજ પડી છે. આ અંગે ગીતા જૈનને ફરિયાદ મળી હતી.
ગીતા જૈને પ્રશ્ન કર્યો હતો કે એન્જિનિયરો સ્ટ્રક્ચર કેવી રીતે તોડી શકે અને ધારાસભ્યએ તેમને સરકારી ઠરાવ (GR) સબમિટ કરવા કહ્યું. વીડિયોમાં ગીતા જૈનને કહેતા સાંભળી શકાય છે કે, ‘તમે માણસ છો કે રાક્ષસ.’ આ પછી ગીતા જૈને ઈજનેરનો કોલર પકડીને તેને નકામો ગણાવ્યો હતો. જ્યારે ત્યાં હાજર લોકોએ કહ્યું કે, વીડિયો બની રહ્યો છે તો તેઓએ કહ્યું કે તેને બનાવવા દો, તે જ સમયે ભીડમાંથી એક વ્યક્તિએ ફરિયાદ કરી કે પહેલા બિલ્ડરને આવવા દો, પછી એન્જિનિયરે કહ્યું કે સ્ટ્રક્ચર તોડવું પડશે.
ગીતા જૈન ભાજપ-શિવસેનાને સમર્થન આપે છે
ભાજપના પૂર્વ મેયર ગીતા જૈને 2019ની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત મેળવી હતી. તે ભાજપ-શિવસેના સરકારને સમર્થન આપે છે.
ADVERTISEMENT