સંઘર્ષથી સફળતાની ગાથા: 8 વર્ષે લગ્ન, જિમમાં નોકરી, અનેક પડકારો વચ્ચે મહિલા બોડીબિલ્ડરે જીત્યો ગોલ્ડ મેડલ

રાજસ્થાન: રાજસ્થાનની પહેલી મહિલા બોડી બિલ્ડર પ્રિયા સિંહ મેઘવાલે દેશનું નામ રોશન કર્યું છે. ત્રણ વખત મિસ રાજસ્થાન બોડી બિલ્ડિંગ ચેમ્પિયન રહી ચૂકેલા પ્રિયાએ થાઈલેન્ડમાં…

gujarattak
follow google news

રાજસ્થાન: રાજસ્થાનની પહેલી મહિલા બોડી બિલ્ડર પ્રિયા સિંહ મેઘવાલે દેશનું નામ રોશન કર્યું છે. ત્રણ વખત મિસ રાજસ્થાન બોડી બિલ્ડિંગ ચેમ્પિયન રહી ચૂકેલા પ્રિયાએ થાઈલેન્ડમાં વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પણ તેઓ નિરાશ છે. કારણ છે કે વતન પાછા આવ્યા બાદ પણ તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. જ્યારે તેઓ એરપોર્ટ પર ઉતર્યા તો ના તો તેમનું સ્વાગત થયું અને ના તો સરકાર દ્વારા કોઈ સન્માન મળ્યું.

આ પણ વાંચો: VIDEO: સલમાનના બર્થડે પર ઘરની બહાર ફેન્સ થયા બેકાબુ, પોલીસે લાઠી ચાર્જ કરીને ભીડને ભગાડી

થાઈલેન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પણ પોતાના રાજ્યમાં સન્માન ન મળ્યું
જયપુરની પ્રિયા સિંહ મેઘવાલે થાઈલેન્ડના પટાયામાં 39મી આંતરરાષ્ટ્રીય મહિલા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે ઈન્ટરનેશનલ સ્તર પર ભારતનું નામ રોશન કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, આ જોઈને તેઓ દુઃખી છે. તેઓ કહે છે કે, રાજસ્થાન સરકારે સન્માન તો દૂરની વાત છે, ગોલ્ડ મેડલ વિજેતા હોવા છતાં આજ સુધી કોઈ ચર્ચા પણ નથી કરી. તેમણે કહ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં ખેલાડીઓને જે માન-સન્માન મળે છે, તેવું રાજસ્થાનમાં નથી મળતું. આથી રમતોમાં રાજસ્થાન હંમેશા પાછળ રહ્યું છે.

8 વર્ષની ઉંમરે બાળ વિવાહ થઈ ગયા છતાં કરિયર બનાવ્યું
ખાસ વાત એે છે કે પ્રિયા સિંહના 8 વર્ષની ઉંમરે બાળલગ્ન થયા હતા. આ બાદ તેમણે પુરુષોના વર્ચસ્વ ધરાવતી રમતમાં પગલું મૂકવાનો નિર્ણય લીધો. જોકે ગોલ્ડ મેડલ જીતવા સુધીની સફરમાં પ્રિયા સિંહને ઘણી સામાજિક બદીઓ અને પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો. બાદમાં જીમમાં નોકરી કરતા સમયે તેમને બોડી બિલ્ડિંગ પ્રત્યે રસ જાગ્યો અને ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું પણ શરૂ કર્યું. નોંધનીય છે કે, પ્રિયા સિંહે વર્ષ 2018, 2019 અને 2020માં મિસ રાજસ્થાન બોડી બિલ્ડિંગ ચેમ્પિયન બન્યા. આ બાદ તેઓ અટક્યા નહીં અને એક બાદ એક ઘણા મેડલો પોતાના નામે કર્યા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp