IPL UPDATE: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટેનું મિની ઓક્શન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આમાં ઈતિહાસની સૌથી મોંઘી બોલી પણ લાગી અને એક નવો રેકોર્ડ પણ સ્થાપિત થયો હતો. પરંતુ આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે IPLની 10 ફ્રેન્ચાઈઝીઓ મિની ઓક્શનથી ખુશ નથી. આ કારણોસર ટીમોએ BCCIને પ્રપોઝલ મોકલી દીધું છે. જેમાં કહ્યું છે કે મિની ઓક્શન હવે ક્યારેય પણ નહીં થવું જોઈએ. જાણો આની પાછળનું કારણ..
ADVERTISEMENT
કેમ મિની ઓક્શન ન કરવા માગ કરાઈ?
તમામ ફ્રેન્ચાઈઝીએ મિની ઓક્શનને દૂર કરવાની માગ કેમ કરી? આનું સૌથી મોટુ કારણ ખેલાડીઓ પર વધારે ઉંચા દાવ લાગવાનું છે. એટલે કે મેગા ઓક્શન કરતાં મિની ઓક્શનમાં ખેલાડીઓ પર વધુ રૂપિયાની બોલી લાગે છે. આ વખતે પણ એવું જ થયું, જ્યારે સેમ કરન 18.50 કરોડમાં વેચાયો હતો. કેમેરોન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડમાં ખરીદ્યો હતો, બેન સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં અને હેરી બ્રૂકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડમાં ખરીદ્યો હતો.
એક સમયે મિની ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે હેરી બ્રુક માટે 13 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. પછી તેને કોઈએ કહ્યું નહીં કે જો આ બોલી લગાવવામાં આવે છે, તો તેનું પર્સ ફક્ત એક ખેલાડીને ખરીદવા માટે ખાલી થઈ જશે. જ્યારે હૈદરાબાદની ટીમ પણ હેરી બ્રુકને આટલા મોંઘા ભાવે ખરીદવાથી ખુશ નથી.
બીસીસીઆઈ પાસેથી ડ્રાફ્ટ ફોર્મેટ લાવવાની માંગ
આ જ કારણ છે કે હવે તમામ ફ્રેન્ચાઈઝીએ મળીને બીસીસીઆઈ પાસે ડ્રાફ્ટ ફોર્મેટ લાવવાની માંગ કરી છે. જો આ ફોર્મેટ આવશે તો ખેલાડીઓની કિંમત અગાઉથી નક્કી કરવામાં આવશે. આનાથી મિની ઓક્શનમાં બજેટ વધવાનું બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે IPLમાં દર ત્રણ વર્ષે એક મેગા ઓક્શન થાય છે. તે દરમિયાન દરેક ટીમે વધુમાં વધુ 4 ખેલાડીઓને જાળવી રાખવાના હોય છે. આ સિવાય બાકીના ખેલાડીઓને હરાજીમાં ખરીદવામાં આવે છે.
સ્ટાર ખેલાડીઓ અને મિની ઓક્શનનો સંબંધ..
મિની ઓક્શન બંધ કરવાની માંગણીનું બીજું કારણ એ છે કે સ્ટાર ખેલાડીઓના એજન્ટો તેમના ખેલાડીઓને મેગા ઓક્શનમાં લાવવા માંગતા નથી. તેઓ માને છે કે મિની ઓક્શનમાં વધુ પૈસા મળવાની શક્યતાઓ છે. આવી સ્થિતિમાં, એજન્ટો તેમના મોટા ખેલાડીઓને મીની હરાજીમાં લાવવાનું પસંદ કરે છે. હવે જોવાનું એ રહેશે કે BCCI આ પ્રસ્તાવ પર શું નિર્ણય કરે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT