શું પાન મસાલા-તમાકુ પર એક્સ્ટ્રા ટેક્સ લાગશે? નિર્મલા સિતારમણે આપ્યું મોટુ નિવેદન…

દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શનિવારે શરૂ યોજાયેલી GST કાઉન્સિલની 48મી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. GST કાઉન્સિલની બેઠકમાં GST કાયદા…

gujarattak
follow google news

દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શનિવારે શરૂ યોજાયેલી GST કાઉન્સિલની 48મી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. GST કાઉન્સિલની બેઠકમાં GST કાયદા હેઠળ ડિક્રિમિનિલાઈઝેશન, એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના અને પાન મસાલા-ગુટખાના વ્યવસાયમાં કરચોરી અટકાવવા સિસ્ટમ બનાવવા જેવા તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની વિગતવાર ચર્ચા થઈ શકી નથી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં સમયની અછતને કારણે તમાકુ અને ગુટખા પરના ટેક્સ પર ચર્ચા થઈ શકી નથી. નાણામંત્રીએ કહ્યું કે GST કાયદામાં ડિક્રિમિનલાઈઝેશન પર નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ભૂલોને ગુનાની શ્રેણીમાંથી બાકાત રાખવામાં આવી છે.

GST કાઉન્સિલની 48મી બેઠકમાં 15 એજન્ડા હતા- સંજય
રિપોર્ટ અનુસાર, GST કાઉન્સિલ કેટલાક ગુનાઓને અપરાધની શ્રેણીથી બહાર કરવા અંગે સંમત થઈ છે. GST કાયદા હેઠળ કોઈપણ કેસમાં કાર્યવાહી શરૂ કરવાની મર્યાદાને બમણી કરીને 2 કરોડ રૂપિયા કરવા સંમત થઈ છે. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ આ અંગે માહિતી આપી છે. રેવન્યૂ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ કહ્યું કે GST કાઉન્સિલની 48મી બેઠકમાં 15 એજન્ડા હતા. તેમાંથી માત્ર 8 એજન્ડા પર વિચારણા કરવામાં આવી હતી.

ઓનલાઇન ગેમિંગ પર ચર્ચા થવાના એંધાણ
આના સિવાય GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર ચર્ચા કરવામાં આવી શકે છે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં ગયા વર્ષે આ મુદ્દા પર રચાયેલા પ્રધાનોના જૂથ (GoM)એ ગુરુવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આ સિવાય કાઉન્સિલ અધિકારીઓના રિપોર્ટ પર પણ વિચાર કરશે.

    follow whatsapp