નવી દિલ્હી : ચીન જ નહી સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 5.37 લાખ કેસ સામે આવ્યા છે. બીજી તરફ 1396 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગત્ત 24 કલાકમાં સૌથી વધારે કેસ જાપાનમાં મળ્યા છે. એટલું જ નહી અમેરિકામાં પણ 50 હજાર કરતા વધારે કેસ સામે આવ્યા છે. બીજી તરફ ચીનમાં કોરોનાથી તબાહી થઇ રહી છે.
ADVERTISEMENT
ચીનમાં કોરોનાથી હાહાકારને પગલે કેન્દ્ર સરકાર પણ એલર્ટ
ચીનમાં કોરોનાથી હાહાકાર વચ્ચે ભાતમાં મહામારીને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા બેઠક બોલાવાઇ છે. બીજી તરફ યૂપી, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં કોરોનાની તૈયારી મુદ્દે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે બુધવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક કરી હતી.
ચીનમાં કોરોનાના વધતા કેસ મુદ્દે કેન્દ્ર સરકાર પણ ભારે ચિંતિત છે
ચીનમાં કોરોનાના વધતા કેસ મુદ્દે હાલ ભારત સરકાર પણ એલર્ટ પર છે. પીએમ મોદીએ પણ દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા બેઠક શરૂ કરી દીધી છે. એવી ચર્ચા છે કે, બેઠક બાદ પીએમ મોદી કેટલાક દિશાનિર્દેશ બહાર પાડી શકે છે. આ ઉપરાંત તે લોકો સાથે પણ કોવિડ નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી શકે છે.
ADVERTISEMENT