અમદાવાદઃ ચા એટલે કે લાખો ગુજરાતીઓની જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ…તેવામાં મ્યુનિ.એ પેપર કપ, પ્લાસ્ટિક કપમાં ચાના વેચાણ સામે મોટો નિર્ણય લીધો છે. એક રિપોર્ટના આધારે જોવા જઈએ તો રાજ્યમાં રોજના 20 લાખથી વધુ આવા કપ માર્ગ વચ્ચે જ ફેંકી દેવામાં આવે છે. એટલું જ નહીં પેપર કપની અંદર જે લેયર હોય છે તે આરોગ્ય માટે જોખમી હોવાથી આ નિર્ણય લેવાયો છે. થોડા સમયની અંદર જ ચાની કિટલીઓ સામે મોટી કાર્યવાહી કરવા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. જાણો કઈ કાર્યવાહી કરાશે અને આનાથી કેવી અસર થશે…
ADVERTISEMENT
પેપર કપના સ્થાને હવે કિટલી વાળાને…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચાની કિટલી વાળાને હવે આગામી સમયમાં પેપરકપના સ્થાને કાચની પ્યાલીઓ અથવા કુલડીમાં ચા આપવી પડશે. જેના કારણે પેપર કપના સ્થાને જો કુલડીઓ અને કાચની પ્યાલીઓ આવી જશે તો કચરો ઓછો થવાનું સામે આવી શકે છે. એટલુ જ નહીં એક રિપોર્ટ પ્રમાણે શહેરમાં અનેક વિસ્તારોમાં માર્ગ પર સૌથી વધુ કચરો પેપર કપોનો ફેલાતો હોવાનું જાણવા મળ્યું છે. જેને ધ્યાને રાખી તંત્ર ચાની કિટલીઓ પર કડક કાર્યવાહી કરી પેપર કપ સામે પ્રતિબંધ લાદી શકે છે.
શું આની અસર ચાની કિંમતો પર પડશે?
જો પેપર કપ સામે પ્રતિબંધ લાદી દેવાયો તો એ સવાલ ઉભો થાય છે કે શું આનાથી ચાની કિંમતો પર પ્રભાવ પડશે. કારણ કે માટીની કુલડીઓમાં જો ચા આપવી પડે તો કિટલીવાળાએ ચાની સાથે કુલડીની કિંમત જાળવી રાખવા ચાના ભાવમાં ફેરફાર કરવા પડે એવા એંધાણ લાગી રહ્યા છે. જો આમ થયું તો ચાની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT