અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી ચૂંટણીની તારીખ પહેલા ઓપિનિયન પોલના પરિણામો આવવા લાગ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર રાજ્યમાં ફરીથી ભાજપની સત્તા બનતી દેખાઈ રહી છે. ABP-C વોટર બાદ હવે Times Now Navbharat ના ઓપિનિયન પોલમાં પણ ભાજપ સરકાર બનતી હોવાનું જણાઈ રહ્યું છે. Times Now Navbharat ના ઓપિનિયન પોલ મુજબ ભાજપને આ ચૂંટણીમાં 125માંથી 131 સીટ મળવાનું અનુમાન છે. જોકે આ ઓપિનિયન પોલના પરિણામો કોંગ્રેસની ચિંતા વધારનારા છે.
ADVERTISEMENT
આ સર્વેમાં મતદારોને એક અન્ય પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. જેમાં પૂછાયું હતું કે, શું અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના ભાજપમાં જવાથી ફાયદો થશે? જેના જવાબમાં ખૂબ જ રસપ્રદ જવાબો મળ્યા હતા. 23 ટકા લોકોએ કહ્યું કે તેનાથી ભાજપને જોરદાર ફાયદો થશે. જ્યારે 14 ટકા લોકોએ કહ્યું કે થોડો ફાયદો થશે. 39 ટકા લોકોનું કહેવું છે કે આનાથી ભાજપને કોઈ ફરક નહીં નહીં. જ્યારે 24 ટકા લોકોએ કહ્યું કે આ વિશે હાલમાં કહેવું મુશ્કેલ છે.
હાર્દિક, અલ્પેશના ભાજપમાં આવવાથી ફાયદો થશે?
- હા, જોરદાર ફાયદો 23%
- થોડો ફાયદો થશે 14%
- કોઈ ફરક નહીં પડે 39%
- હાલ કંઈ કહેવું મુશ્કેલ 24%
સર્વેમાં કઈ પાર્ટીને કેટલી સીટો આવવાનું અનુમાન
Times Now Navbharat ના ઓપિનિયન પોલ મુજબ ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી બેઠક મળશે તે પણ અનુમાન લગાવાયું છે. જે મુજબ ચૂંટણીમાં ભાજપને 125-131 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 29-33 સીટ, AAPને 18થી 22 સીટ તથા અન્યને 2થી 4 સીટ મળવાનું અનુમાન સર્વેમાં સામે આવ્યું છે.
ગુજરાતમાં કોની સરકાર બની રહી છે?
નોંધનીય છે કે, આ પહેલા ABP-C વોટર દ્વારા પણ ગુજરાતમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ફાળે 131-147 જેટલી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીને 32-48 જેટલી સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી સીટ અને અન્યના ફાળે 3 જેટલી સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT