Madhuri Dixit: બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ એટલે કે માધુરી દીક્ષિત ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવી ચૂકી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેત્રી રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જી હાં, તમે સાચું જ વાંચ્યું છે, રિપોર્ટ્સનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે અભિનેત્રી માધુરી દીક્ષિત 2024ની લોકસભાની ચૂંટણી લડશે. જોકે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી.
અભિનેત્રી ભાજપના નેતાઓના સંપર્કમાંઃ રિપોર્ટ્સ
રિપોર્ટ્સ અનુસાર, બી-ટાઉન દિવા માધુરી દીક્ષિત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી શકે છે. કથિત રીતે માધુરી દીક્ષિત છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓના સંપર્કમાં છે. જોકે, આ પહેલા પણ કેટલાક રિપોર્ટ્સમાં આ સંકેત મળ્યા હતા કે માધુરી દીક્ષિત પુણેથી ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અથવા તેમની ટીમ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.
હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી થઈ
માધુરી દીક્ષિતની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ‘ધક-ધક ગર્લ’ રાજકારણમાં એન્ટ્રી કરશે એવી ચારે બાજુ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી માધુરી દીક્ષિત ઉત્તર પશ્ચિમ મુંબઈથી ચૂંટણી લડી શકે છે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
નાયબ મુખ્યમંત્રી સાથે જોવા મળી હતી અભિનેત્રી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની સેમીફાઈનલ મેચ યોજાઈ હતી. આ દરમિયાન અભિનેત્રી પણ ત્યાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે બેઠેલી જોવા મળી હતી.
માધુરી દીક્ષિત રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં?
એટલું જ નહીં એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને બીજેપી નેતા આશિષ શેલાર પણ માધુરી દીક્ષિત સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ અભિનેત્રીના રાજકારણમાં પ્રવેશવાના સમાચારે જોર પકડ્યું. ત્યારે હવે જોવાનું એ છે કે બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં.