લગ્નના 6 વર્ષે પત્નીને જાણ થઈ કે પતિ સ્ત્રી છે, વિરાજ નહીં પણ વિજેતાબેન નીકળ્યો

વડોદરાઃ ઓનલાઈન મેરેજ સાઈટ પરથી યુવક પસંદ કરવો યુવતીને મોંઘો પડ્યો હતો. વડોદરાની યુવતીએ પહેલા પતિના મૃત્યુ પછી ઓનલાઈન સાઈટ દ્વારા દિલ્હીના એક ડોકટર સાથે…

gujarattak
follow google news

વડોદરાઃ ઓનલાઈન મેરેજ સાઈટ પરથી યુવક પસંદ કરવો યુવતીને મોંઘો પડ્યો હતો. વડોદરાની યુવતીએ પહેલા પતિના મૃત્યુ પછી ઓનલાઈન સાઈટ દ્વારા દિલ્હીના એક ડોકટર સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના 6 વર્ષ પછી પત્નીને જાણ થઈ કે તેનો પતિ સ્ત્રી છે. જે સેક્સ ચેન્જ કરાવીને મહિલામાંથી પુરુષ બની ગયો છે. જોકે આ ઘટના સામે આવતા યુવતીને આંખે અંધારા આવી ગયા હતા. જોકે ત્યારપછી તેણે પોલીસ ફરિયાદ કરતા અત્યારે આરોપીની શોધખોળ ચાલી રહી છે.

લગ્નની વેબસાઈટ પરથી મૂરતિયો શોધ્યો અને…
વડોદરાના જુના પાદરા વિસ્તાર પાસે રહેતી યુવતીના પહેલા પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેવામાં બીજા લગ્ન કરવા માટે યુવતીએ લગ્નની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી તેને વિરાજ હર્ષ બર્ધન સાથે મુલાકાત થઈ હતી. જે ડોકટર છે અને દિલ્હીમાં રહેતો હતો તેવામાં યુવતીએ પહેલા સગાઈ કરી અને પછી લગ્ન કર્યા હતા.

પતિ વિરાજ નહીં વિજેતાબેન નીકળતા હોબાળો
લગ્ન પછી વડોદરાની યુવતીએ પતિ સાથે શારિરીક સંબંધો બાંધવા પ્રયાસ કર્યો હતો. ત્યારે પતિએ જણાવ્યું કે અત્યારે ગુપ્ત બીમારીથી પિડાઈ રહ્યો છે. વળી તે પત્નીને ધમકાવીને રાખતો હતો કે હું કેન્દ્રિય મંત્રીનો ગેરકાયદે સંતાન હોવાનું જણાવતો હતો. જોકે લગ્નના વર્ષો પછી પત્નીને જાણ થઈ કે વાસ્તવમાં તેનો પતિ સેક્સ ચેન્જ કરાવ્ય પછી સ્ત્રીમાંથી પુરૂષ બન્યો છે. હવે સત્ય સાંભળીને યુવતીને મોટો ઝાટકો લાગ્યો છે.

હનીમૂનમાં પણ શારીરિક સંબંધો ન બાંધ્યા
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ હનીમૂન માટે તેને કાશ્મીર લઈ ગયો હતો. જ્યાં તેણે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન પતિએ કહ્યું કે મને ગુપ્ત ભાગમાં એલર્જી છે તને પણ લાગશે એટલે 2 મહિના પછી સંબંધ બાંધીશું.

ગર્ભાશય કઢાવીને ગુપ્તાંગ સર્જરી કરાવી
વડોદરાની યુવતીએ જણાવ્યું કે મારો પતિ દરરોજ સેક્સ વર્કર લાવતો હતો. જેના કારણે અમારી વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. આ દરમિયાન તેણે જણાવ્યું કે વિરાજ એક છોકરી છે એ જાણ થઈ ત્યારે વિગતો મળી હતી. વિરાજે ગર્ભાશય કાઢી ગુપ્તાંગની સર્જરી કરાવી હતી. જેમાં તે સ્ત્રીમાંથી પુરૂષ બન્યો હતો. નોંધનીય છે કે એરેન્જ મેરેજ કરવા દરમિયાન તેની સાથે છેતરપિંડી થઈ છે. કારણ કે વિરાજ પહેલાથી જ એક યુવતી સાથે લગ્ન કરી ચૂક્યો હતો. એટલું જ નહીં પતિએ યુવતીના નામ પર 90 લાખની લોન લીધી હતી, જે તે ભરતો નહોતો તથા તેની બાળકીનું પણ ધ્યાન રાખતો ન હોવાથી ફરિયાદ નોંધવી છે.

    follow whatsapp