લગ્નના 2 વર્ષ વીતવા છતાં પણ પતિ રોજ રાત્રે 'ના ના ના' કરતો, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો

મુઝફ્ફરપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે

wife files case

wife files case

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો

point

પતિએ શારીરિક સંબંધ ન બાંધતા પત્ની પહોંચી પોલીસ સ્ટેશન

point

પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી

બિહારના મુઝફ્ફરપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. લગ્નના 2 વર્ષ થવા છતાં પતિએ શારીરિક સંબંધ ન બાંધતા પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પીડિતા વૈશાલી જિલ્લાના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. જ્યારે આરોપી પતિ અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.

31 મેના રોજ થયા હતા લગ્ન

 

પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી FIRમાં પીડિતાએ કહ્યું કે, "મારા લગ્ન 31 મે 2021ના રોજ થયા હતા. લગ્ન પછી હું મારા સાસરે ગઈ. લગ્નના બે વર્ષ સુધી મારા પતિએ મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા ન હતા. ત્યારે મેં મારા સાસરિયાઓને આ અંગે જણાવ્યું હતું. પરંતુ તેઓએ પણ મારા પતિને આ મામલે ન સમજાવ્યા.

પીડિતા સાથે મારપીટ કરતો હતો પતિ

 

પતિ અવારનવાર પીડિતા સાથે મારપીટ કરતો હતો. એટલું જ નહીં જ્યારે તે પિયર જવાની વાત કરતી ત્યારે કહેતો કે ઘરની બહાર પગ મુક્યો તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. જે બાદ દાદાની તબિયત લથડી હોવાનું બહાનું બનાવીને પીડિતા જીવ બચાવીને પિયર જતી રહી હતી. હવે પતિ સહિત સાસરીયાઓ તેને સતત ધમકીઓ આપી રહ્યા છે. 

પતિ સહિતના લોકો પીડિતા પર કરતા હતા દબાણ

 

મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી અદિતિ કુમારીએ કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિવેદનમાં પીડિત મહિલાએ જણાવ્યું કે લગ્ન બાદ પતિએ ક્યારેય સંબંધ બાંધ્યા નથી. ઘણી વખત સમજાવ્યા બાદ પણ વાત ન બની. આખરે એફઆઈઆર નોંધાવવી પડી. પતિની સાથે-સાથે ઘરના તમામ લોકો પતિને સમજાવવાને બદલે પીડિતા પર ખોટું દબાણ કરતા હતા.

પોલીસે કેસની તપાસ શરૂ કરી 

 

મહિલાની ફરિયાદ પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 341, 323, 498A, 379, 504, 506, 34 હેઠળ એફઆઈઆર નોંધી છે અને કેસની તપાસ શરૂ કરી છે.

    follow whatsapp