અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં વિધર્મી પ્રેમી સાથે મળીને પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. બંનેએ હત્યા કરતા પહેલા પતિને ઘઉંમાં મૂકવાની દવા પીવડાવી દીધી અને બાદમાં ગળું દબાવી દીધું. હાલમાં પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે પત્ની અને વિધર્મી યુવક બંને પાંચ વર્ષથી પ્રેમમાં હતા અને પતિને આડાસંબંધની જાણ થતા તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
ADVERTISEMENT
પાંચ વર્ષથી બંને પ્રેમમાં હતા
વિગતો મુજબ, ખોખરામાં રહેતા 25 વર્ષનો રોહિત નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી તેની પત્ની અનુરાધાને ઈન્ઝમામ ખ્યાર સાથે પ્રેમ સંબંધ હતો. રોહિતને પત્નીના આ પ્રેમ સંબંધની જાણ થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એવામાં પત્ની અને પ્રેમીને રોહિત કાંટાની જેમ ખૂંચતો હતો, આથી તેમણે પ્રેમમાં આડી ખીલી રૂપ રોહિતને દૂર કરવા હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
ઘઉંમાં નાખવાની દવા પીવડાવી ગળું દબાવી દીધું
બપોરે 1 વાગ્યા આસપાસ પહેલા પત્નીએ પતિ રોહિતને વિશ્વાસમાં લઈને ઘઉંમાં મૂકવાની દવા પીવડાવી દીધી અને બાદમાં ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હાલમાં વિધર્મી યુવક તથા પત્ની બંનેની ધરપરડ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT