ઈસુદાન ગઢવી પોતાનો મત વિસ્તાર છોડી બીજે પ્રચાર કેમ કરશે? સામે આવ્યું કારણ…

દ્વારકા: ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ઈસુદાન ગઢવી પણ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે જોરશોરથી લાગી ગયા છે. તેવામાં પ્રાપ્ત થતી…

gujarattak
follow google news

દ્વારકા: ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ઈસુદાન ગઢવી પણ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે જોરશોરથી લાગી ગયા છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે હવે ઈસુદાન ગઢવી પોતાના સાથી ઉમેદવારોને પણ પ્રચારમાં મદદ કરી શકે છે. તેઓ પોતાના મત વિસ્તારમાં પ્રચાર કર્યા બાદ આજુ બાજુના વિસ્તારમાં જશે. જ્યાં જાહેર સભાના સંબોધન સાથે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે.

AAPના CM ફેસ સભા ગજવશે…
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા તરીકે ઈસુદાન ગઢવી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઈસુદાન ગઢવી આજે પોતાના વિસ્તારમાં પ્રચાર નહીં કરી આજુબાજુના વિસ્તારમાં સભા ગજવશે. તેઓ આસપાસના વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મદદ કરવા માટે મેદાન આવશે.

ત્રણેય પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં સક્રિય…
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના વિસ્તારોમાં સ્ટાર પ્રચારકની મદદ લઈ રહ્યા છે. ત્યારે હવે ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના આ ત્રિપાંખિયા જંગમાં જનતા કોને તાજ પહેરાવશે એ જોવાજેવું રહેશે.

With Input: રજનીકાંત જોશી

    follow whatsapp