શક્તિસિંહ રાજપુત/અંબાજી: શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અરવલ્લી પર્વતમાળા પર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ પૈકી આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં નવરાત્રી પર્વને લઈને વિવિધ નેતાઓ અંબાજી ખાતે દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અંબાજી આવી રહ્યા છે. આ પહેલા અનેક નેતાઓ માના આશીર્વાદ લેવા પહોંચતા હોય છે. ત્યારે સૌથી નવાઈની વાત એ છે કે પ્રધાનમંત્રી મોદી અંબાજીથી 35 કિલોમીટર દૂર વડગામ તાલુકાના હાંતાવાડા ગામે હેલિકોપ્ટરમાં આવી ત્યાંથી મોટર માર્ગે અંબાજી ખાતે રોડ શો કરવાના છે.
ADVERTISEMENT
અંધ શ્રદ્ધા કે માન્યતા?
અંબાજી ખાતે ઘણા નેતાઓ આવે છે પણ તેઓ હેલિકોપ્ટર દ્વારા અંબાજી આવતા નથી. છેલ્લે એટલે કે 25 વર્ષ પહેલાં અંબાજી ખાતે નેતાઓ હેલિકોપ્ટર લઇને આવ્યા હતા. ત્યારબાદ કોઈપણ નેતાઓ અંબાજી ખાતે હેલિકોપ્ટર લઇને આવ્યા નથી. એવું કહેવાય છે કે જે નેતા હેલિકોપ્ટર લઇને અંબાજી આવે છે તેની રાજકિય કારકિર્દી ખતમ થઈ જાય છે. એટલે અંધ શ્રદ્ધા ગણો કે ડર ગણો, આમ કોઈપણ નેતાઓ હેલિકોપ્ટર દ્વારા અંબાજી આવતા નથી.
વડાપ્રધાન હંમેશા મોટરમાર્ગે કેમ અંબાજી જાય છે?
મોદી સીએમ હતા ત્યારે પણ મોટરમાર્ગે આવતા અને પીએમ બન્યા બાદ પણ મોટર માર્ગે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014 બાદ બીજી વખત અંબાજી ખાતે આવો રહ્યાં છે. આજે તેઓ મોટરમાર્ગે અંબાજી આવશે. આ અગાઉ પણ તેઓ 2017ની વિધાન સભાની ચૂંટણી વખતે મોટરમાર્ગે ધરોઈથી આવ્યાં હતા. મોદી 2001 થી 2022 સુધી અંબાજી મોટર માર્ગે જ આવ્યાં છે. આ અગાઉ તેઓ સીએમ હતા ત્યારે પણ મોટરમાર્ગે જ આવતા હતા.
નેતા, અભિનેતા પણ હેલિકોપ્ટર દૂર પાર્ક કરીને જાય છે
ધીરુભાઈ અંબાણી વર્ષો અગાઉ હેલિકોપ્ટર લઇને અંબાજી ખાતે આવ્યા ત્યારે તેઓ બીજી વાર અંબાજી આવી શક્યા ન હતા. કોઈપણ ઉધોગપતિ, વીઆઈપી કે અભિનેતા અંબાજી આવે ત્યારે તેઓ હેલિકોપ્ટર અંબાજીથી દુર દાંતા આબુરોડ કે હડાદ ખાતે મૂકીને અંબાજી આવે છે જે હકીકત છે.
ADVERTISEMENT