અમદાવાદ: મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનાથી સમગ્ર ગુજરાતને શોકમગ્ન થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. PM મોદીએ પણ મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત સ્થળ તથા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે સિવિલ હોસ્પિટલમાં તેમની મુલાકાત પહેલા જ કલરકામ કરવામાં આવ્યું હતું, નવા પાણીના કુલર મૂકાઈ ગયા, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં પંચાયત AajTakના મંચ પરથી હર્ષ સંઘવીને આ મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મોરબીની સિવિલ હોસ્પિટલમાં કલરકામ પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ
હોસ્પિટલમાં કલરકામ વિશે હર્ષ સંઘવીએ કહ્યું જેવી ખબર પડી કે PRO કે કોઈ વિભાગે આ પ્રકારનું કલમકામ શરૂ કર્યું છે, તેની મિનિટોમાં જ આ કામ બંધ થઈ ગયું હતું. પરંતુ લોકોએ તેને ખોટી રીતે બહાર રજૂ કર્યું છે. દર્દીઓની સારવારમાં કોઈ તકલીફ પડે તેવું કોઈ કામ ન થાય તેવી PMO તરફથી પહેલાથી સૂચના હતી, પરંતુ ત્યાંના ડિપાર્ટમેન્ટથી આ પ્રકારની ભૂલ થઈ હતી અને તાત્કાલિક મિનિટોમાં આ બંધ કરાવી દીધું હતું. આ વિષય ખૂબ જ સેન્સિટીવ છે. કોઈનાથી ભૂલ જરૂર થઈ છે, તેનાથી અમારા મનમાં પણ દુઃખ છે. પરંતુ આ કલર કરવાનું મન સરકારનું નહોતું.
મોરબીની મુલાકાતે આવેલા PMએ શું પૂછ્યું?
મોરબી દુર્ઘટનામાં મુલાકાત સમયે PMએ પહેલો સવાલ એ પૂછ્યો કે, આ દુર્ઘટનામાં પહેલો દર્દી હોસ્પિટલમાં કેટલીવારમાં પહોંચ્યા? જેમાં હર્ષ સંઘવીએ જવાબ આપ્યો કે દુર્ઘટના બાદ પહેલો દર્દી 18 મિનિટમાં હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં એમ્બ્યૂલન્સ ઓછી પડી? ફાયર બ્રિગેડ કેટલીવારમાં પહોંચી, તેમણે કેવી રીતે કામ શરૂ કર્યું? ગામના લોકોનો ઉપયોગ કેવી રીતે લેવાયો. કલેક્ટરે શું કર્યું? તે તમામ સવાલો પૂછ્યા હતા.
ADVERTISEMENT