ભક્તિ રાજગોર/અમદાવાદ: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ અને 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. પરંતુ આ 16 મંત્રીઓમાં હાર્દિક પટેલને સ્થાન નથી મળ્યું, તો અલ્પેશ ઠાકોરને પણ મંત્ર મંડળથી દુર રાખવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળમાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને બાદબાકી કેમ કરવામાં આવી? કયા એવા કારણો છે જેના લીધે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
ફરી લીલી પેનથી સહી કરવાના અલ્પેશ ઠાકોરના અભરખા અધૂરા
મુખ્યમંત્રી સહિત નવી સરકારના મંત્રીમાં 16 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 8 ધારાસભ્યોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે તો અન્ય 8 ધારાસભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. મંત્રીમંડળમાં કયા ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે તેવી ચર્ચા ચાલતી હતી ત્યારે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા પણ ખુબ થઈ હતી. પરંતુ ફાઈનલ લિસ્ટ જ્યારે સામે આવ્યું ત્યારે હાર્દિક અને અલ્પેશની બાદબાદી થયેલી જોવા મળી. ત્યારે મહત્ત્વનું છે કે એક સમયે ‘હું ચૂંટાઈશ તો લીલી પેનથી સહી કરીશ’, મંત્રી થઈશ એવી વાતો કરનાર અલ્પેશ ઠાકોર અને મુખ્યમંત્રી થવાની વાત કરતા હાર્દિક પટેલને મંત્રી પદ ન મળતા ભાજપના કેટલાય નેતાઓ ખુશ જણાઈ રહ્યા હતા. કારણ કે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપના નેતાઓની ખુબ જ ટિકા કરી હતી. તેથી ભાજપના અમુક કાર્યકર્તા અને નેતાઓ હાર્દિક પટેલથી તો નારાજ જણાઈ જ રહ્યા હતા.
બંને નેતાઓ અગાઉ કોંગ્રેસમાં હતા
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીની ઈમેજ અને ભાજપના કાર્યકર્તાઓની મહેનતે જીતેલા આ બંનેનો ભૂતકાળ અને લાયકાત જોઈને હાઈ કમાન્ડે મંત્રીપદથી દૂર રાખ્યા હાય તેવું લાગી રહ્યું છે. માત્ર મંત્રી પદ જ નહીં પરંતું ભાજપના મોવડી મંડળે પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બન્ને આંદોલનકારી નેતાને વિધાનસભાના નાયબ દંડક જેવી જગ્યાએ પણ પસંદ કર્યા નથી. જેને ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ આવકાર્યો છે. કારણ કે જ્યારે બન્ને આંદોલનકારીઓને ભાજપે ટિકિટ આપી ત્યારે એવી ડંફાસો મારતા હતા કે અમારી સાથે ભાજપ એ સમાધાન કર્યું છે. કારણ કે ભાજપને સમાધાન કરે છૂટકો નથી એટલે જ અમને ટિકિટો આપવી પડી રહી છે કે આવી ડંફાસો વચ્ચે પણ નરેન્દ્ર મોદી અને ભાજપ માટે સમર્પિત કાર્યકર્તાઓ છાતી પર પથ્થર મૂકીને આ બંનેને જીતાડ્યા છે.
બંને નેતાઓ પાસે અનુભવનો અભાવ
તો બીજી બાજુ જે પણ ધારાસભ્યોને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે તે ધારાસભ્યો પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે. જે અલ્પેશ અને હાર્દિક પાસે નથી. તે સિવાય જે પણ પાટીદાર ચહેરાઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે સિનિયર હોવાના લીધી ભાજપે તેમની પસંદગી પહેલા કરી છે. તો હાર્દિક તો પહેલી જ ચૂંટણી લડ્યો અને જીત્યો છે. ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને હાર્દિક અને અલ્પેશની મંત્રી મંડળમાંથી દુર રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT