રાઘવ ચઢ્ઢાએ કેમ કહ્યું કોંગ્રેસ તો NGO બની ગઈ છે, દિલ્હીમાંથી તો અમે ઉખાડી ફેંકી છે, જાણો..

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આની ચૂંટણી પહેલા પંચાયત આજતકનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આની ચૂંટણી પહેલા પંચાયત આજતકનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે કોંગ્રેસ હવે એન.જી.ઓ. બની ચૂકી છે. તથા હવે ભાજપને પડકાર ફેંકે એવી કોઈ પાર્ટી હોય તો એ AAP છે.

રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
AAPના યુવા નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અત્યારે ભાજપ, કોંગ્રેસના પરંપરાગત વોટર્સ અને સાઈલન્ટ વોટર્સ પણ અમને સમર્થન આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે સરવેના આંકડા પર પણ ભાર મૂક્યો છે. કહ્યું- અમે બધા સમીકરણો પર નજર કરી રહ્યા છીએ. અત્યારે કોંગ્રેસ માત્ર NGO બનીને રહી ગઈ છે. જે ખાલી ચૂંટણી સમયે જ જોવા મળે છે બાકી ગાયબ થઈ જાય છે. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની 5 બેઠકો જ આવી રહી હોય એમ લાગી રહ્યું છે.

પંજાબમાં 50 વર્ષ સુધી કોંગ્રેસ-અકાલી દળની સરકાર હતી
પંજાબમાં 50 વર્ષ સુધી ક્યારેક અકાલી દળ અને ક્યારેક કોંગ્રેસની સરકારો હતી. સંગીત ખુરશીની જેમ રાજકારણની રમત ચાલતી હતી. પંજાબની જનતાએ 50 વર્ષના શાસનને ઉથલાવી દીધું અને AAPને તક આપી છે. તેવી જ રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સરકારો રહી છે. ગુજરાતની રચના 1960માં થઈ હતી. 2022 સુધી કોંગ્રેસની 35 વર્ષ, ભાજપની સરકારના 27 વર્ષ. ત્યારપછી પણ લોકો વીજળી, પાણી અને રસ્તાની માંગ કરી રહ્યા છે. આ લોકો પ્રાથમિક સુવિધાઓ પણ આપી શક્યા નથી. કેજરીવાલની પસંદગી એટલે જૂની પાર્ટીઓને હટાવીને નવી શિક્ષિત અને ઈમાનદાર પાર્ટીને તક આપવી.

દિલ્હીમાં કોંગ્રેસને ઉથલાવી દેવામાં આવી
પંજાબથી અલગ ચૂંટણીના પ્રશ્ન પર તેમણે કહ્યું કે દરેક ચૂંટણી અલગ હોય છે. દિલ્હીથી પંજાબ, પંજાબથી ગુજરાત અને ગુજરાતથી છત્તીસગઢની સરખામણી ન થઈ શકે. અહીં જનતાનો મૂડ અલગ છે. પણ હા, એક સમાનતા એ છે કે જનતાની અંદર પરિવર્તન અને તે લાવવાની ભાવના છે.

દિલ્હીમાં 15 વર્ષ સુધી શીલા દીક્ષિતની સરકાર હતી અને કહેવાતું હતું કે અહીં કોઈની સરકાર બનાવવી મુશ્કેલ હતી. તેઓ એમ પણ કહેતા હતા કે કોંગ્રેસ ભારતમાંથી દરેક રાજ્યમાંથી ગાયબ થઈ શકે છે, પરંતુ દિલ્હીમાંથી નહીં અને દિલ્હીની જનતાએ ત્યાં નાની અને નવી પાર્ટીની સરકાર બનાવી દીધી હતી.

    follow whatsapp