નીતિન પટેલે કેમ કહ્યું- મારી લોકપ્રિયતા જોઈ ખરાબ નજરથી બચાવવા BJP નેતાએ મને કાળું ટીપકું કર્યું, જાણો…

મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે અત્યારે દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં ગુજરાતના પૂર્વ ડેપ્યૂટી…

gujarattak
follow google news

મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે અત્યારે દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં ગુજરાતના પૂર્વ ડેપ્યૂટી CM અને દિગ્ગજ નેતા નીતિન પટેલે ભાજપ જીતશે એવું કહ્યું હતું. વળી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીતિન પટેલે કહ્યું કે મારી વધતી જતી લોકપ્રિયતાને જોતા ભાજપના નેતાઓએ મને ખરાબ નજરથી બચાવવા માટે કાળુ ટપકું લગાવ્યું છે. જાણો આ રસપ્રદ કિસ્સા વિશે…

નીતિન પટેલે નજર ન લાગવાના ઉપાયનો કિસ્સો જણાવ્યો…
ઉલ્લેખનીય છે કે મહેસાણાથી ભાજપના જીતની સંભાવના પર નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપ અવશ્ય અહીં જીતશે. હું મહેસાણાનાં દરેક ઉમેદવારોનું સમર્થન કરુ છું. પછી ભલે એ નીતિન હોય કે મુકેશ પટેલ, બસ ભાજપની જીત જ માન્ય રહેશે.

અહેવાલો પ્રમાણે નીતિન પટેલને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પોતાના ચૂંટણી ન લડવાના નિર્ણયથી ઉદાસ છે કે નહીં. જેના જવાબમાં તેમણે કહ્યું કે જેવી રીતે નાના બાળકોને ખરાબ નજર ન લાગે એનાથી બચાવવા માટે માતા કાળું ટપકું લગાડે છે. તેવી જ રીતે ભાજપના નેતાઓએ મારી વધતી જતી લોકપ્રિયતાને જોઈને મને કાળું ટપકું લગાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે સ્વેચ્છાએ આ ચૂંટણી લડવાની ઈચ્છા દાખવી નહોતી. જેથી તેમને ના પાડતા હવે ભાજપે મુકેશ પટેલને મહેસાણાથી ટિકિટ આપી છે.

    follow whatsapp