કેજરીવાલે કેમ PM મોદીના આશીર્વાદ જોઈશે એમ કહ્યું? જાણો આ ચર્ચિત કિસ્સા વિશે..

દિલ્હીઃ MCD ચૂંટણીમાં શાનદાર જીત પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના સંબોધિત કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. સૌથી પહેલા તેમણે દિલ્હીની જનતાનો આભાર…

gujarattak
follow google news

દિલ્હીઃ MCD ચૂંટણીમાં શાનદાર જીત પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના સંબોધિત કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. સૌથી પહેલા તેમણે દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારપછી દિલ્હીના મંચ પરથી કેજરીવાલે વડાપ્રધાન મોદીના આશીર્વાદ પણ માગ્યા હતા. જાણો આ સમગ્ર નિવેદન પાછળના ચર્ચિત કિસ્સા વિશે…

PM મોદીના આશીર્વાદ જોઈશે- અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે દિલ્હી MCD ચૂંટણી જીત્યા પછી કહ્યું હતું કે હવે બધા મળીને દિલ્હીને ઠીક કરી દઈશું. હું ભાજપ અને કોંગ્રેસથી પણ સહયોગ લઈશ. વધુમાં તેમણે કહ્યું કે ખાસ કરીને અમારે કેન્દ્રથી સહયોગ જોઈશે. આ મંચ પરથી દિલ્હીને ઠીક કરવા માટે હું વડાપ્રધાન મોદીથી આશીર્વાદ માગુ છું. દિલ્હીને ઠીક કરવા માટે અમે વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના આશીર્વાદ ઈચ્છીએ છીએ.

કાર્યકર્તાઓ અભિમાન ન કરતા- કેજરીવાલ
આની સાથે જ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને કહ્યું કે ક્યારેય પણ અભિમાન ન કરતા. અહીં મોટીથી મોટી પાર્ટીઓ પણ ધરાશાયી થઈ ચૂકી છે. અભિમાન કર્યું તો જનતા એક સમયે માફ કરી દેશે. પરંતુ ઉપર વાળો ક્યારેય તમને માફી નહીં આપે. તેથી જ ક્યારેય અભિમાન કરવું નહીં. કેજરીવાલે વધુમાં કહ્યું કે અમારી પાર્ટી પ્રામાણિક લોકોની છે. કોઈ કેટલું પણ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે અમે અપશબ્દોનો પ્રયોગ નથી કરતા.

    follow whatsapp