રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બહુમતીથી જીત મેળવી ત્યારે બીજી બાજુ કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. વસોયા ધોરાજી-ઉપલેટા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જોકે અહીં કારમી હારનો સ્વાદ તેમણે ચાખવો પડ્યો હતો. આ દરમિયાન હવે તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ખાસ બેઠક પણ કરી હતી. તો ચલો આપણે જાણીએ આની પાછળનું કારણ તથા કયો નિર્ણય લીધો….
ADVERTISEMENT
કોંગ્રેસ કાર્યકરોની સાથે કરી મીટિંગ…
મીડિયાના અહેવાલો પ્રમાણે લલિત વસોયાએ ધોરાજી-ઉપલેટાનાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તેમણે ભાજપની નીતિઓ વિશે ચર્ચા કરી હતી તથા તેમની સામે કઈ રણનીતિથી કામ કરાય એવું જણાવ્યું હતું. એટલું જ નહીં વસોયાએ સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણનો રોડ મેપ પણ કાર્યકર્તાઓને જણાવ્યો હતો.
કોંગ્રેસ મજબૂત રહે એ માટે…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લલિત વસોયાએ સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં તમામ ગામડાઓ અને લોકોને આવરી લેવા માટે મજબૂત સંગઠનની રચના કરવા પર પણ ટકોર કરી હતી. બીજી બાજુ કોંગ્રેસ કેવી રીતે મજબૂતીથી લોકોની સમક્ષ હાજર થશે એ અંગે પણ ચર્ચા કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
લલિત વસોયાની કારમી હાર…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં ધોરાજી-ઉપલેટા બેઠક પરથી ભાજપના મહેન્દ્ર પાલડિયાએ જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વસોયાને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. નોંધનીય છે કે શરૂઆતની મત ગણતરીથી જ જોવા જઈએ તો મોટાભાગે ભાજપના ઉમેદવાર અહીંથી આગળ ચાલી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના મહેન્દ્ર પાલડિયાએ જીત નોંધાવી દીધી હતી.
ADVERTISEMENT