જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ ઉમેદવારોની મોટાભાગની યાદી પણ બહાર આવી ગઈ છે. હવે ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા વિવિધ સ્થળે નેતાઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન જામનગરમાં અત્યારે સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા છે. તેમણે જામનગરના ઉમેદવારો સાથે બંધ બારણે ચર્ચા કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને પણ તૈયારીઓ કેવી છે એની ગહન ચર્ચા થઈ હોવાની માહિતી પણ મળી રહી છે.
ADVERTISEMENT
જામનગરમાં બંધ બારણે બેઠક
સી.આર.પાટીલે જામનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જામનગરના ઉમેદવાર રાઘવજી પટેલ, રિવાબા જાડેજા, ચીમન સાપરિયા, દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા સાથે બંધ બારણે ચૂંટણીલક્ષી ખાસ મુલાકાત પણ કરી હતી. નોંધનીય છે કે તેમની સાથે જિલ્લા શહેર સંગઠન પ્રમુખ, સાંસદ પૂનમ માડમ સહિના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
ચૂંટણીની તૈયારીઓ, વડાપ્રધાનના પ્રવાસની ચર્ચા..
સી.આર. પાટીલે આ દરમિયાન તમામ ઉમેદવારો અને નેતાઓ સાથે ચૂંટણીલક્ષી આગામી રણનીતિ વિશે ગહન ચર્ચા કરી છે. આની સાથે તેમણે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને કેવી તૈયારીઓ હાથ ધરાઈ છે તથા આગામી જામનગર અને દેવભૂમિ દ્વારકાની બેઠકો પર રણનીતિ કેવી હશે તેની ચર્ચા કરાઈ છે.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT