નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિલાઓથી ટેક કંપનીઓ મોટા પાયે છટણી કરવાના કારણે ચર્ચામાં છે. છટણીના આ સમયમાં ટેક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની નોકરી પર ખતરો મંડરાઈ રહ્યો છે. કર્મચારીઓના ઈ-મેઈલ બોક્સમાં નોકરીથી કાઢી મૂકવાના મેઈલ આવી રહ્યા છે. માઈક્રોસોફ્ટ અને ગૂગલ આલ્ફાબેટે હજારો કર્મચારીઓને એક ઝાટકામાં નોકરીથી બરતરફ કરી દીધા છે. આ જ હાલ મેટા (META) અને Amazonનો પણ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ટેક જેવા ચમકતા સેક્ટરમાં છટણીની નોબત કેવી રીતે આવી ગઈ?
ADVERTISEMENT
બ્લૂમબર્ગની એક રિપોક્ટ મુજબ, પાછલા વર્ષે લગભગ 1 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. 2023માં પણ આ જ સીલસીલો યથાવત છે. ઉદ્યોગ જગતમાં નોકરી પર નજર રાખતી વેબસાઈટ layoffs.fyi અનુસાર, બે ડઝનથી પણ વધુ અમેરિકન ટેક કંપનીઓએ કહ્યું કે, તેમણે પોતાના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા અથવા તેનાથી વધારે ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો: છટણીમાં ગૂગલનું નામ ઉમેરાયું, 12 હજાર લોકો નોકરી ગુમાવી શકે!
કોરોના બાદ સ્થિતિ બગડી
દુનિયાભરમાં ટેક કંપનીઓમાં છટણી કેમ થઈ રહી છે? આ સવાલના જવાબમાં એક્સપર્ટ્સનું કહેવું છે કે, કોરોનાની મહામારીના સમયે લાગેલા લોકડાઉનમાં ટેક કંપનીઓએ મોટી સંખ્યામાં હાયરિંગ કરી હતી. ત્યારે માહોલ અનુકૂળ હતો. પરંતુ જેવા લોકડાઉનના પ્રતિબંધો ખતમ થયા અને માર્કેટ ખુલ્યું તો ટેક સેક્ટરની સ્થિતિ ખરાબ થવા લાગી.
Salesforceના સીઈઓ માર્ક બેનિઓફએ જાન્યુઆરી 2023ના પહેલા સપ્તાહમાં જ આઠ હજાર કર્મચારીઓને કાઢી મૂકવાની જાહેરાત કરી હતી. માર્ક બેનિઓફનું કહેવું હતું કે, લોકાડાઉન દરમિયાન લાખો લોકો ઘરેથી કામ કરતા હતા. આ કારણે ટેક કંપનીની ટેકનોલોજીમાં ડિમાન્ડ વધી રહી હતી. પરંતુ જેવા લોકો પાછા ઓફિસ આવવા લાગ્યા ટેકનિકની ડિમાન્ડ ઓછી થઈ ગઈ.
આ પણ વાંચો: “પપ્પા બધાંનું ધ્યાન રાખજો…”: બિઝનેસમેન બનવા કેવડિયાના વેપારીના પુત્રએ ઘર છોડ્યું
આર્થિક મંદીનો ડર
ટેક કંપનીઓમાં થઈ રહેલી છટણી પાછળ એક દલીલ આર્થિક મંદીની પણ આપવામાં આવી રહી છે. કંપનીઓ સતત લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. ગ્લોબલ મંદીના કારણે વૈશ્વિક સ્તર પર અમેઝોન, ગૂગલ, ટ્વિટર અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે.
ભારતીય ટેક અને એડટેક કંપનીઓ પણ કોસ્ટ કટિંગમાં લાગી ગઈ છે. યુરોપ અને અમેરિકામાં તો મંદીની આશંકાના કારણે ટેક કંપનીઓએ પોતાના બજેટમાં કાપ મૂક્યો છે. એવામાં ભારતીય ટેક કંપનીઓમાં થઈ રહેલી કોસ્ટ કટિંગથી આ સવાલ ઉદભવી રહ્યો છે કે શું ભારતના આઈટી સેક્ટરમાં પણ મંદી આવશે? કારણ કે રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતીય આઈટી કંપનીઓએ નવી નોકરીઓ માટે 10 ટકા ઓછી જાહેરાતો બહાર પાડી છે.
ભારતમાં હજુ સુધી વિપ્રોએ કર્મચારીઓનો નોકરીમાંથી કાઢ્યા છે. વિપ્રોએ બિઝનેસ ટુડેને જણાવ્યું હતું કે, 452 ફ્રેશર્સને બહાર કરવા પડ્યા કારણ કે ટ્રેનિંગ બાદ પણ વારંવાર એસેસમેન્ટમાં તેમણે ખરાબ પરફોર્મન્સ કર્યું હતું.
ભારત પર શું થશે મંદીની અસર?
ભારતીય આઈટી કંપનીઓએ પર આર્થિક મંદીની અસર પડશે કે નહીં, તેના પર એક્સપર્ટ્સનું કહેવુ છે કે, ભારત પણ દુનિયાની અર્થવ્યવસ્થાનો ભાગ છે. તમામ ઈકોનોમી એકબીજા સાથે જોડાયેલી છે. આથી સ્પષ્ટ છે કે જે વિશ્વમાં થશે તેની અસર ભારતમાં પણ પડશે. પરંતુ કેટલી પડશે તે આવનારા સમયમાં જાણ થશે. ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અને વર્લ્ડ બેંકે ભારતને ચમકતો તારો બતાવ્યો છે, પરંતુ IMFની પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે ગ્લોબલ ઈકોનોમી માટે 2023નું વર્ષ મુશ્કેલ ભર્યું રહેવાનું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT