Heart Health In Winter: વધતી જતી ઠંડીની સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ઘણી વખત નબળી પડી જાય છે, જેના કારણે વ્યક્તિ સંક્રમણ અને મોસમી બીમારીઓનો શિકાર બની જાય છે. આટલું જ નહીં અનેક જૂની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આમ તો શિયાળામાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે જ છે, પરંતુ હૃદયના દર્દીઓએ શિયાળામાં પોતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આવું એટલા માટે કારણ કે ઠંડીમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. વાસ્તવમાં, શિયાળામાં ઘણીવાર આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે. શિયાળામાં આપણે ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરી દઈએ છીએ, જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમે હૃદયના દર્દી છો, તો તમે આ રીતે તમારા હૃદયની સંભાળ રાખી શકો છો.
શિયાળામાં હાર્ટ એટેક કેમ આવે છે?
ઘણીવાર શિયાળો આવતા જ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધવા લાગે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઠંડીમાં હાર્ટ એટેકના કેસ કેમ વધી જાય છે? આવું એટલા માટે થાય છે કારણ કે શિયાળામાં બ્લડ વેસલ્સ (રક્તવાહિનીઓ) સંકોચાઈ જાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. હાર્ટ રેટ બ્લડ પ્રેશર વધારી શકે છે, જે હૃદય રોગની બીમારીનું એક રિસ્ક ફેક્ટર છે.
હેલ્ધી હાર્ટ માટે શું ખાવું?
આહારમાં પોષણયુક્ત ખોરાકનો સમાવેશ કરી શકાય. તંદુરસ્ત હૃદય (હેલ્ધી હાર્ટ) માટે તમારા આહારમાં ફ્રૂટ્સ અને લીલા શાકભાજી, બદામ, કઠોળ જેવા ખોરાકનો સમાવેશ કરો. આ સાથે દારૂ, ધૂમ્રપાન, વધુ પડતી ખાંડનું સેવન અને સોડિયમથી પણ બચવું જોઈએ.
હાઇડ્રેટેડ રહો
શિયાળામાં લોકોને ઘણીવાર ઓછી તરસ લાગે છે અને તેથી લોકો ઓછું પાણી પીવે છે. જોકે, કોઈપણ સિઝનમાં સ્વસ્થ રહેવા માટે સારી રીતે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. હાઇડ્રેટેડ રહેવાથી શરીરમાં સોડિયમનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે.
ગરમ કપડાં પહેરો
શિયાળામાં હેલ્ધી રહેવા માટે શરીરને ઠંડીથી બચાવવું જરૂરી છે. આ માટે ભોજનની સાથે કપડા પણ ખૂબ જ જરૂરી છે. તેથી શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે, યોગ્ય રીતે ગરમ કપડાં પહેરો.
કસરત કરો
શિયાળામાં તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે કસરત કરો, પરંતુ ધ્યાનમાં રાખો કે ઠંડા હવામાનમાં બહાર વર્કઆઉટ ન કરો. આવું કરવું હૃદય માટે હાનિકારક હોઈ શકે છે.
ADVERTISEMENT