સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે વિવિધ એક્ઝિટ પોલ પર નજર કરીએ તો અહીં ભાજપની ફરી એકવાર સરકાર બનવા જઈ રહી છે. નોંધનીય છે કે આ દરમિયાન સુરતની વરાછા બેઠક પણ ઘણી ચર્ચામાં આવી હતી. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અલ્પેશ કથીરિયાએ પરિણામની ભવિષ્ય વાણી કરી હતી. તથા કોની જીતનો દાવો કર્યો હતો તેના પર નજર કરીએ…
ADVERTISEMENT
જાણો અલ્પેશ કથીરિયાએ શું કહ્યું…
મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટીની જીતનો દાવો કર્યો હતો. વરાછાની બેઠક મુદ્દે તેને જણાવ્યું કે આ વિધાનસભા ચૂંટણી પૂર્વે લોકોમાં અનેરો ઉત્સાહ હતો. તથા તેઓ સામેથી મને મત આપશે એવો દાવો પણ અલ્પેશ કથીરિયાએ કર્યો હતો.
પરિણામ વિશે અલ્પેશનો દાવો…
અહેવાલો પ્રમાણે અલ્પેશ કથીરિયાએ વરાછા બેઠક પરના પરિણામ વિશે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વખતે હું (અલ્પેશ ) કે કુમાર કાનાણી નહીં પરંતુ વરાછાની જનતાનો ભવ્ય વિજય થશે. આમ જોવા જઈએ તો આડકતરી રીતે કથીરિયાએ કહ્યું હતું કે જનતા સામે ચાલીને તેમને મત આપવાની વાત કરતી હતી અને પછી વરાછાની જનતા જીતશે. એટલે અનુમાન લગાવી શકાય છે કે આડકતરી રીતે કથીરિયાએ પણ પોતાની જીતનો દાવો કર્યો છે.
નોંધનીય છે કે હવે જોવું રહ્યું આ વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બને છે અને ચર્ચિત બેઠકો પર જામેલા ઉમેદવારોનાં જંગમાં કોણ બાજી મારી જાય છે.
ADVERTISEMENT