ગુજરાતમાં ભાજપની સરકાર બનશે કે નહીં! ચોંકાવનારો સર્વે આવ્યો સામે…

દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પર અત્યારે લગભગ સમગ્ર દેશની નજર રહેલી છે. કારણ કે અહીં આમ આદમી પાર્ટીના આગમને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ચૂંટણી જંગને…

gujarattak
follow google news

દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પર અત્યારે લગભગ સમગ્ર દેશની નજર રહેલી છે. કારણ કે અહીં આમ આદમી પાર્ટીના આગમને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ચૂંટણી જંગને વધુ રોમાંચક બનાવી દીધો છે. અહીં ગુજરાતમાં છેલ્લા 3 દશકાઓ સુધી ભાજપ સત્તામાં આવી રહી છે. તેવામાં હવે મોટાભાગની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળી રહ્યો છે. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસો કરીને વિવિધ ગેરન્ટીઓ આપી છે. આના કારણે ફ્રીનો જે વાયદો છે એની શું અસર થશે એ પણ જોવા જેવું રહેશે. બીજી બાજુ કોંગ્રેસ તો પોતાના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાવવા લાગતા હાથ ઉભા કરીને બેસી ગઈ હોય એમ લાગી રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી અત્યારે વિવિધ મુદ્દાઓને ટાંકીને ભાજપ પર મોટો પડકાર ફેંકી રહી છે.

જનતાનો MOOD શું છે અને વિજેતા કોણ થઈ શકે એના સર્વે પર નજર કરીએ….
ETG રિસર્ચ સાથે TIMES NOW નવભારતે એક ખાસ સર્વે હાથ ધર્યો હતો. જે ચૂંટણી પહેલા જ વિવિધ પાર્ટીઓના પત્તા ખોલી દેશે. તેમના સર્વેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી મોટી ગેમ ચેન્જર રહેશે તથા ચૂંટણીમાં કયા મુદ્દાઓ લોકોને ગમશે એની માહિતી આપીશું. સર્વે એજન્સી ETG રિસર્ચે આ સર્વે માટે સેમ્પલ સાઈઝ લીધી છે તે 4540 છે. આ સર્વેમાં Random Calling અને લોકો વચ્ચે જઈને તેમના મત લેવાની Methodology અપનાવી છે. આ સર્વેનો એ સવાલ જેમાં સીટનું પ્રોજેક્શન થવાનું છે એની સેમ્પલ સાઈઝ 18500ની છે.

ગુજરાતનું જાતીગત સમીકરણ
2017 વિધાનસભા ચૂંટણીમાં મતોની ટકાવારી
BJP CONGRESS અન્ય
જનરલ 55% 36% 9%
પાટીદાર/પટેલ 61% 35% 4%
OBC ક્ષત્રીય/ઠાકોર 45% 45% 10%
કોળી/અન્ય OBC 52% 38% 10%
દલિત 39% 53% 8%
આદિવાસી 45% 44% 11%
મુસ્લિમ 27% 64% 9%
ગુજરાતનું જાતિગત સમીકરણ
2019 લોકસભા ચૂંટણીમાં વોટ%
BJP CONGRESS અન્ય
જનરલ 82% 17% 2%
પાટીદાર/પટેલ 63% 25% 13%
OBC ક્ષત્રીય/ઠાકોર 58% 36% 6%
કોળી/અન્ય OBC 78% 19% 3%
દલિત 28% 67% 6%
આદિવાસી 61% 30% 9%
મુસ્લિમ 25% 70% 5%

અત્યારે આજે જ ચૂંટણી થઈ તો કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે?
A. BJP – 115/125 બેઠક
B. કોંગ્રેસ – 39/44 બેઠક
C. AAP – 13/18 બેઠક
D. અન્ય – 2/4 બેઠક

કોંગ્રેસને વધારે નુકસાન પહોંચશે
જો આ તમામ સમીકરણો પર ધ્યાન આપીએ તો કોંગ્રેસની વોટ બેન્કને આમ આદમી પાર્ટી તોડી શકે છે. તેવામાં હવે 2017માં જેવી રીતે સમીકરણો હતા એને જોતા ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ભાજપ માટે રસાકસી ભર્યો પણ થઈ શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસને મોટાભાગની બેઠકો હાથમાંથી સરકી શકે છે.

    follow whatsapp