MI Vs GT મેચમાં વરસાદ નડશે તો કોણ રમશે IPLની ફાઈનલ? જાણો શું છે નિયમ

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)માં આજે (26 મે) ક્વોલિફાયર-2 મેચ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે. આ મેચ…

gujarattak
follow google news

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)માં આજે (26 મે) ક્વોલિફાયર-2 મેચ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વરસાદના કારણે મેચ રદ્દ થાય તો? પછી સમીકરણ શું હશે. જાણો પ્લેઓફ મેચો માટેના નિયમો શું છે.

આજની મેચ જે પણ ટીમ  જીતશે તેને 28મી મેના રોજ આઈપીએલ 2023ની ફાઈનલમાં એન્ટ્રી મળશે. જ્યાં રોહિત શર્મા અથવા હાર્દિક પંડ્યાની ટીમ એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા એન્ડ કંપનીનો પરાજય થયો હતો. હવે તે ક્વોલિફાયર-2 રમવા આવી છે. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ એલિમિનેટર મેચમાં લખનૌને 81 રને કચડી નાખ્યું હતું. આ મેચમાં આકાશ મધવાલે 3.3 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ત્યારે આજે મુંબઈ અને ગુજરાત વચ્ચેની ક્વોલિફાયર-2 મેચમાં વરસાદ થશે તો કઈ ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.

IPL પ્લેઓફ મેચો રદ કરવાના નિયમો શું છે?
જો મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં વરસાદ પડે અને મેચ રદ્દ થાય તો ગુજરાત ટાઈટન્સ રમ્યા વિના ફાઈનલમાં પહોંચી જશે. IPL પોઈન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ ટોપર રહી હતી. ગુજરાતે 14માંથી 10 મેચ જીતી, 20 પોઈન્ટ હતા, આ રીતે ગુજરાતે 0.809ના નેટ રન રેટ સાથે સ્થાન બનાવ્યું. બીજી તરફ મુંબઈએ -0.044 નેટ રન રેટ પર 14 મેચમાં 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. આ સંદર્ભમાં ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચશે. આઈપીએલ પ્લેઓફમાં પણ આ જ નિયમ લાગુ પડે છે.

આવું છે અમદાવાદનું હવામાન 
IMDની વેબસાઈટ પર અમદાવાદના હવામાન અંગેના અપડેટમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આકાશ સંપૂર્ણ સ્વચ્છ રહેશે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે ગુજરાત અને મુંબઈ વચ્ચે જોરદાર સ્પર્ધા થશે.

આ છે પ્લેઓફ મેચોના નિયમો
IPL પ્લેઇંગ કંડીશન અનુસાર, જો ફાઇનલ, એલિમિનેટર, ક્વોલિફાયર 1 અથવા ક્વોલિફાયર 2 માં કોઈપણ મેચ ટાઈ થાય છે. જો કોઈ પરિણામ નહીં આવે, તો આ નિયમો લાગુ થશે.

    follow whatsapp