Loksabha Election 2024: પાટીદારોના ગઢ અમરેલીમાં ખરાખરીનો જંગ, જાણો ભાજપ-કોંગ્રેસમાંથી કોના નામ ચર્ચામાં

Loksabha Election 2024: અમરેલી જિલ્લો જેણે ગુજરાત રાજ્યને પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા આપ્યા પણ કરમની કઠણાઈ છે કે અમરેલી જિલ્લા પરથી પછાત પણાનું લેબલ હજુ આઝાદીના આટલા વર્ષો વીત્યાં બાદ પણ ગયું નથી

Loksabha Election 2024

પાટીદારોના ગઢ અમરેલી બેઠક પર કોની લાગશે લોટરી?

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ

point

ચૂંટણીને લઈને ચાલી રહી છે તડામાર તૈયારીઓ

point

અમરેલી બેઠક પર ભાજપ-કોંગ્રેસના અનેક નામો ચર્ચામાં

Loksabha Election 2024: અમરેલી જિલ્લો જેણે ગુજરાત રાજ્યને પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા આપ્યા પણ કરમની કઠણાઈ છે કે અમરેલી જિલ્લા પરથી પછાત પણાનું લેબલ હજુ આઝાદીના આટલા વર્ષો વીત્યાં બાદ પણ ગયું નથી, ત્યારે લોકસભાની ચૂંટણીઓ નજીક હોય ને ગુજરાતની 15 બેઠકોની યાદી રાષ્ટ્રીય ભાજપે જાહેર કરી દીધી છે. જ્યારે બાકીની 11 બેઠકો સહિત અમરેલી લોકસભાની બેઠક પર પણ ભાજપે હજુ મગનું નામ પાડ્યું નથી. આ બેઠક પર હાલ ઘણા નામો ચર્ચામાં છે, પરંતુ જ્યારે હાઈકમાન્ડ દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે કોણ હાઈકમાન્ડનું વિશ્વાસુ નીકળ્યું છે. 

1971માં ચૂંટાયા હતા ડૉ.જીવરાજ મહેતા 

અમરેલી લોકસભાની અગાઉની ચૂંટણીઓમાં નજર કરીએ તો 1971માં પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ડો.જીવરાજ મહેતા ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ 2 વખત કોંગ્રે માંથી નવીનચંદ્ર રવાણીએ મેદાન માર્યું હતું. જે બાદ 1989માં જનતા દળમાંથી ખેડૂત નેતા મનુભાઈ કોટડિયા વિજેતા બન્યા હતા. ત્યારબાદ 1991થી ભાજપે અમરેલી લોકસભામાં પાયો નાખ્યોને સતત ચાર ટર્મ સુધી એટલે કે 2004 સુધી અમરેલીનું પ્રતિનિધિત્વ દિલીપ સંઘાણીએ કર્યું હતું. 

કોણ-કોણ છે મજબૂત દાવેદારો

2004માં કોંગ્રેસ ફરી બેઠી થઈને વીરજી ઠુમ્મર અમરેલીના સાંસદ બન્યા હતા. બાદ 2009થી સળંગ ત્રણ ટર્મ સુધી નારણ કાછડીયા ભાજપના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યા હતા અને હાલ 2024ની લોકસભા બેઠકમાં કોણ કોણ મજબૂત દાવેદારો છે તેના પર નજર કરીએ તો ભાજપ હંમેશા કઈક નવું કરવામાં જાણીતું છે કેમ કે કેન્દ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલા અમરેલીમાંથી લડશે તેવી અટકળો વહેતી થયેલી પણ કડવા પાટીદારના પ્રભુત્વવાળા વિસ્તાર રાજકોટ બેઠક પરથી પરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થઈ જતાં હવે અમરેલી લોકસભા બેઠક પર નારણ કાછડીયાએ ટિકિટની માંગણી ચોથીવાર કરી છે

આ નેતાના નામ પણ રેસમાં

તો પૂર્વ મંત્રી બાવકુ ઊંઘાડ, દિલીપ સંઘાણીના નાનાભાઈ મુકેશ સંઘાણી ટિકિટ મેળવવા માટે પ્રયત્નોમાં લાગેલા છે પણ સંઘાણી પરિવારમાંથી દિલીપ સંઘાણીની કેટેગરી મુજબ નાના ભાઈ માટે ટિકિટ માંગે તેવા સમીકરણો સ્પષ્ટ નથી થતા, જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ એકવાર ઘરે આવીને ચા પાણી નાસ્તો કરી ગયા બાદ બાવકુ ઊંઘાડ લાઇમ લાઈટમાં આવ્યા હતા, તો પ્રદેશમાં સારી પકડ ધરાવનાર ભાજપના નેતા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા પણ સાંસદની રેસમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

અટકળો બની તેજ

સાથે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી નિભાવતા હિરેન હીરપરા પણ રેસમાં જોવા મળી રહ્યા છે, જ્યારે ઈતર સમાજમાં નજર ભાજપ નાખે તો વડાપ્રધાન મોદીની ગુડ વીલમાં આવતા ડો.ભરત કાનાબાર પણ ઉમેદવાર તરીકે આવી શકવાની શક્યતાઓ જોવાઈ રહી છે પણ ભાજપ હંમેશા કલ્પનાઓ કરતા પણ અલગ નામ જાહેર કરવામાં માહિર છે ત્યારે રાષ્ટ્રીય ભાજપ કોના પર કળશ ઢોળશે તેની અટકળો તેજ બની છે

લોકસભા 2024 ભાજપના સંભવિત ઉમેદવારો

- દિલીપ સંઘાણી
- પૂર્વ મંત્રી બાવકુ ઊંઘાડ 
- ડોક્ટર ભરત કાનાબાર
- મુકેશ સંઘાણી
- અશ્વિન સાવલીયા
- હિરેન હીરપરા
- નારણ કાછડીયા

લોકસભા 2024ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારો

- વીરજી ઠુમ્મર
- જેની ઠુમ્મર
- પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી
-  પ્રતાપ દુધાત 

રિપોર્ટઃ ફારૂક કાદરી, અમરેલી
 

    follow whatsapp