ભક્તિ રાજગોર/અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં BJPએ અત્યાર સુધીના તેના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે આ ઐતિહાસિક જીત બદલ ભલે ભાજપના નેતાઓ અને કાર્યકરો ભાજપની પ્રચંડ જીતનો શ્રેય PM મોદીને આપી રહ્યા હોય, ત્યારે PM મોદીએ જીતનો શ્રેય સી.આર પાટીલને આપ્યો હતો. જોકે ક્યાંકને ક્યાંક ગુજરાતની ચૂંટણીમાં ભાજપ માટે કિંગમેકરની ભુમિકા અરવિંદ કેજરીવાલે નિભાવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કેવી રીતે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ભાજપ માટે કિંગ મેકરની ભુમિકામાં આવ્યા આવો આ અહેવાલમાં જાણીએ.
ADVERTISEMENT
PM મોદીએ પાટીલને બતાવ્યા હતા જીતના હિરો
ગુજરાતમાં ભાજપે પ્રચંડ જીત સાથે 182માંથી 156 બેઠકો મેળવી છે. ત્યારે ભાજપની આ ઐતિહાસિક જીતનો શ્રેય ભલે PM મોદી સી.આર. પાટીલને આપતા હોય પરંતુ હકીકતમાં ભાજપની આ ઐતિહાસિક જીત પાછળ કિંગ મેકરની ભુમિકામાં અરવિંદ કેજરીવાલ પણ ઉભરી આવ્યા છે. કારણ કે જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં ધુઆધાર પ્રચાર કરવામાં આવ્યો અને ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલના દર 10 દિવસે ગુજરાતમાં ધામા જોવા મળતા હતા. તે મુજબ AAP કોંગ્રેસની વોટ બેન્કમાં ગાબડું પાડવામાં સફળ રહી છે. જે પરંપરાગત કોંગ્રેસની વોટબેન્ક હતી તેમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું. જેથી વિધાનસભાની ચૂંટમાં કેજરીવાલના પ્રચંડ પ્રચારના લીધે મતોનું ધ્રુવીકરણ થયું અને તેનો સીધો જ ફાયદો ભાજપને થયો.
ભાજપની જીતમાં કેજરીવાલના લીધે ફાયદો થયો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં ભાજપનુ શાસન છે તેમ છતાં પણ ભાજપ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની એવી કેટલીક બેઠકો છે જે કબજે કરવામાં સદંતર નિષ્ફળ ગઈ હતી. તે બેઠકો કોંગ્રેસનો પરંપરાગત ગઢ માનવામાં આવતો હતો. ત્યારે તે વિસ્તારમાં AAPએ આ વખતે ખુબ સારા કહી શકાય તેટલા મતો મેળવ્યા. આમ AAP ભલે ગુજરાતમાં જીતી શકે તેટલા મત ન મળ્યા પરંતું કેજરીવાલની રેવડી અને તેમના મુદ્દાઓ લોકોને સ્પર્શી ગયા અને મતોનું ધ્રુવીકરણ થયું. જેથી કોંગ્રેસની વોટબેન્ક તુટી અને તે મતો આપને મળ્યા. પરંતું આપને જીતી શકે તેટલા મતો ન મળ્યા એટલે સીધી જ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વચ્ચે મતો વહેચાયા તેનો સીધો જ ફાયદો ભાજપને થયો. જેથી ભાજપ આ વખતે ઐતિહાસિક જીત નોંધાવી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે દરેક રાજકિય પાર્ટી હાર-જીતનું મંથન કરી રહી છે. ત્યારે સીધી જ રીતે ગુજરાતમાં ભાજપની જે ઐતિહાસિક જીત થઈ છે તે જીતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો સિંહ ફાળો દેખાઈ રહ્યો છે. જેથી આપણે ગુજરાતની ચૂંટણીમાં કિંગ મેકરની ભુમિકામાં કેજરીવાલને મુકી શકીએ.
ADVERTISEMENT