અમદાવાદઃ ગુજરાતમા વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે રાજ્યમાં કેસરિયો લહેરાવી દીધો છે. તેવામાં આજે શપથ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહીં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર શપથ લીધા હતા. તથા CMની સાથે 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ દરમિયાન જોવાજઈએ તો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે એક માત્ર મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. જાણો તે કોણ છે અને આ ચૂંટણીમાં કઈ બેઠક જીતી હતી. ચલો વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
કેબિનેટ મંત્રીમંડળમાં ભાનુબેનનો સમાવેશ..
આજે શપથ ગ્રહણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળે શપથ લીધા છે. તેવામાં જોવા જઈએ તો આમા એક માત્ર મહિલા પ્રધાન ભાનુબેન બાબરિયાની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે ભાનુબેન રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે અને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીંથી 8માથી એક માત્ર ધારાસભ્યનો અહીં સમાવેશ કરાયો છે. ભાનુબેન બાબરિયાએ એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
ભાનુબેનનું ચૂંટણીમાં પ્રદર્શન
નોંધનીય છે કે આ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. ત્યારે ભાનુબેને પણ રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડી હતી. અહીં તેમની સાથે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા વશરામ સાગઠીયા હતા. અનુમાન લગાવાઈ રહ્યું હતું કે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે કાંટાની ટક્કર થશે. જોકે ભાજપના ભાનુબેન બાબરીયાએ જંગી લીડ સાથે આ બેઠક કબજે કરી લીધી હતી.
રાજકોટ ગ્રામ્ય બેઠકમાં પ્રચંડ જીત..
ભાનુબેન રાજકારણમાં ઘણા એક્ટિવ છે. તેમણે અગાઉ ઘણા જનતાને સેવાલક્ષી કામ કર્યા છે. આની સાથે જ તેમની સામે કોઈ મોટા ભ્રષ્ટાચારના કેસો પણ થયા નથી. તેમની છબી ક્લીન છે. તથા જનતાની સતત સેવા કરતા આવ્યા હોવાથી અને મહિલા તરીકે તેમને આ બેઠક પરથી ટિકિટ માટે પ્રબળ દાવેદાર પણ માનવામાં આવતા હતા. તેમણે સારા મતોની લીડ સાથે રાજકોટ ગ્રામ્ય બેઠક પણ કબજે કરી હતી.
ADVERTISEMENT