ગુજરાત કોંગ્રેસમાં લીડરશિપનો ચહેરો કોણ? જાણો કોંગ્રસના પ્રવક્તાએ શું આપ્યો જવાબ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી મુખ્યમંત્રી ચહેરા સાથે ચૂંટણીના…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી મુખ્યમંત્રી ચહેરા સાથે ચૂંટણીના મેદાને ઉતરી ચૂકી છે. ત્યારે આજતકના પંચાયત કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માને લીડરશિપ ફેસ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, ગુજરાતની ચૂંટણી સમગ્ર કોંગ્રેસ પાર્ટી, પાર્ટીની વિચારધારા અને અધ્યક્ષ ખડગેના નેતૃત્વમાં લડવામાં આવશે.

ગુજરાતમાં કોંગ્રેસનો ચહેરો કોણ છે?
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માને પૂછવામાં આવ્યું કે એવો ચહેરો કોણ છે જે મોદીને ચૂંટણીમાં પડકારશે? આ અંગે તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણી સમગ્ર કોંગ્રેસ પાર્ટી, પાર્ટીની વિચારધારા અને અધ્યક્ષ ખડગેના નેતૃત્વમાં લડવામાં આવશે. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધું ન હતું. તેના પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પણ સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ છે.

125 બેઠક પર જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, જનતા  આ વખતે અમને 125 સીટોથી વધુ બેઠક પર જીત અપાવશે.  આજતકના મંચ પર આલોક શર્માએ દાવો કર્યો કે આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં 77થી વધુ સીટો મેળવશે. આમ આદમી પાર્ટીનું ખાતું નહીં ખુલે અને મોદીજી ગમે તેટલા ભાષણો કરે, પરંતુ ગુજરાતની જનતા કોરોના અને મોરબીના ઘા ને ભૂલી શકશે નહીં. અમને વિશ્વાસ છે કે જનતા અમને આ વખતે 125 સીટોથી જીત અપાવશે.

AAPના ખાતામાં એકપણ સીટ નહીં આવે?
આલોક શર્માએ કહ્યું કે, ‘ગુજરાતમાં જિલ્લા સ્તર અને બૂથ સ્તર પર અમારું કામ પૂરું છું. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 52 સભાઓ કરી લીધી છે? તેના પર આલોક શર્માએ કહ્યું, હું લખીને જઈ રહ્યો છું કે ગુજરાતમાં AAPનું ખાતું નહીં ખુલે. તેમના CM કેન્ડીડેટ પણ નહીં જીતે. તેમણે આ લખીને સહી કરી. તેમણે આગળ કહ્યું કે, જો AAPનું ખાતું ખૂલ્યું તો હું આજતક પર આવીને માફી માંગીશ.

    follow whatsapp