હેતાલી શાહ.આણંદઃ આણંદના સસ્પેન્ડેડ જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીને હની ટ્રેપમાં ફસાવવા મામલે હાલ ત્રણ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે અને આજે હાલના આણંદ જિલ્લાના ઈન્ચાર્જ કલેકટર મિલિન્દ બાપના એ આ સમગ્ર હનીટ્રેપ કાંડમા સક્રિય ભૂમિકા અને ખાસ કરીને થોડો ઘણો ટેકનીકલ સપોર્ટ આપનાર આરોપી સસ્પેન્ડ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસનો પીએ ગૌતમ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે. શું હતી ગૌતમ ચૌહાણની ભૂમિકા, અને કોણ છે ગૌતમ ચૌહાણ જોઈએ આ અહેવાલમાં…
ADVERTISEMENT
મોટાભાગનો કાંડ ગૌતમની સામે જ થયો હતો
આણંદ જિલ્લાના સસ્પેન્ડેડ કલેકટર ડી એસ ગઢવીનો થોડા સમય પહેલા એક અશ્લીલ વીડિયો સરકાર સુધી પહોંચ્યો અને ત્યારબાદ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરાયા અને સમગ્ર અશ્લીલ વીડિયો કાંડની તપાસ મહિલા અધિકારીઓની ટીમને સોંપવામાં આવી. એટલું જ નહીં ઘટનાની ગંભીરતાને જોતા ગુપ્ત રાહે આ ઘટનાની તપાસ અમદાવાદ એટીએસને પણ સોંપવામાં આવી હતી. જેમાં અમદાવાદ એટીએસના પીઆઈ જે.પી.રોજીયાએ આણંદ જિલ્લા કલેકટર કચેરીના રેસીડેન્ટ અધિક કલેક્ટર તરીકે તે વખતે ફરજ બજાવતા કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જયેશ પટેલ તથા તેમના મિત્ર હરીશ ચાવડાને ઝડપી પાડ્યા. અને હાલ આ તમામ આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે. જોકે આણંદ ટાઉન પોલીસ મથકે જે એફ.આઇ.આર નોંધાઇ હતી. તેમા સક્રિય ભૂમિકા ગૌતમ ચૌહાણની પણ હતી. ગૌતમ ચૌહાણ તે સમયે સસ્પેન્ડ આર.એ.સી કેતકી વ્યાસના પી.એ તરીકે ફરજ બજાવતો હતો. જેમાં કેતકી વ્યાસે પોતાના પીએને કલેક્ટર ડી.એસ.ગઢવી દ્વારા તેમને અવાર નવાર તેમની સાથે બહાર ફરવા જવાનું તથા હોટલમાં જમવા જવાનું તથા ‘હું તમારા ઘરે મળવા આવું’, તેમ કહીને તેમજ વગર કામે આણંદ સર્કિટ હાઉસમાં બોલાવતા હોવા બાબતોની જાણ પૂર્વ નાયબ મામલતદાર જયેશ પટેલની સાથે સાથે પીએ ગૌતમ ચૌહાણને પણ કરી હતી. કલેકટરને હનીટ્રેપમા ફસાવવાનું સમગ્ર ષડયંત્ર રચાયું હતું. જેમાં જયેશ પટેલ અને હરીશ ચાવડા દ્વારા કલેકટરની ચેમ્બર અને એન્ટી ચેમ્બરમાં સ્પાઈ કેમેરા લગાવવામાં આવ્યા હતા અને આ સ્પાઇ કેમેરાનું ટેસ્ટિંગ કેતકી વ્યાસે પોતાના પીએ ગૌતમ મારફતે કરાવ્યું હતું.
‘આપણા પગ ખેંચવા બધુ જ કરશે’- Amul ચેરમેન વિપુલ પટેલનું નિવેદન, જૂથવાદ ચરમસીમાએ
એટલુ જ નહીં ગૌતમ ચૌહાણની હાજરીમાં જ સ્પાય કેમારામાં રેકોર્ડ થયેલી અશ્લીલ હરકતો કરતા કલેકટરનો વીડિયો કોમ્પ્યુટરમાં ચેક કરાયો હતો. જેની એક કોપી ગૌતમ ચૌહાણે કેતકી વ્યાસના કહેવાથી પેનડ્રાઇવમાં કોપી કરી હતી અને જયેશ પટેલને આપી હતી. જોકે થોડા દિવસ પછી ફરી કલેકટરની કેબીનમાં સ્પાય કેમેરો જયેશ પટેલે લગાવ્યો હતો અને થોડા દિવસ પછી ફરી તે સ્પાય કેમેરાનું રેકોર્ડિંગ જયેશ પટેલની કેબીનમાં, જયેશ પટેલના લેપટોપમાં અને ગૌતમ ચૌહાણની ઉપસ્થિતીમાં ચેક કરવામા આવ્યું હતું. એટલુ જ નહીં જે સસ્પેન્ડેડ કલેકટર ડી.એસ.ગઢવીનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો તે કેતકી વ્યાસના કહેવાથી ગૌતમ ચૌહાણે નનામો પત્ર કોમ્યુટરમાં લખ્યો હતો અને કવર તૈયાર કરાયા હતા. જેમાં પેનડ્રાઇવ તથા નનામો પત્ર મૂકી જયેશ પટેલે નડીયાદ પોસ્ટ ઓફીસથી દરેક ન્યુઝ ચેનલોમાં વાયરલ કરી હતી.
જોકે આ સમગ્ર હનીટ્રેપ કાડમા હાલ સુધી માત્ર 3 આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ છે જેમા સસ્પેન્ડેડ આર.એ.સી કેતકી વ્યાસ, પૂર્વ નાયબ મામલતદાર જે.ડી.પટેલ, વકીલ હરીશ ચાવડાના કોર્ટે જામીન અરજી ના મંજુર કરતા તેઓ કોર્ટ કસ્ટડીમાં છે. જ્યારે ગૌતમ ચૌહાણ સરકારી સાક્ષી બનતા તેનુ એફ.આર.આઈમા આરોપી તરીકે નામ નથી. અને એફ.આઇ.આર પણ નથી નોંધાઈ. પણ ઘટનાની ગંભીરતા જોતા હાલ આણંદ કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ડી.ડી.ઓ મિલિન્દ બાપનાએ ગૌતમ ચૌહાણને આજે સસ્પેન્ડ કર્યો છે.
ADVERTISEMENT