ગોધરાઃ હવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ લૂંટવા માટે નાના બાળકો પોતાનો જીવ દાવ પર લગાવી દેતા હોય છે. મોટાભાગે લોકોને પતંગ પકડવાનો પણ અનોખો શોખ હોય છે. આવી જ એક હૃદય કંપાવી નાખે એવી ઘટના ગોધરામાં સામે આવી છે. જ્યાં 22 વર્ષીય યુવકે પતંગ પકડવાના પ્રયાસોમાં પોતાનો જીવ ગુમાવી દીધો છે. ચલો આના પર વિગતવાર નજર કરીએ..
ADVERTISEMENT
પતંગ લૂંટવામાં યુવકે ગુમાવ્યો જીવ
ગોધરા શહેરનાં પુરાવા ફાટક પાસે કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના બની છે. ઉત્તરાયણ નજીક આવતા લોકો પતંગ ચગાવવા માટે તત્પર હોય છે. ત્યારે 22 વર્ષીય યુવક પતંગ પકડવા જતા માલગાડીની અડફેટે આવી ગયો હતો. એટલું જ નહીં લોકોના કહ્યા પ્રમાણે તેનું સંપૂર્ણ ધ્યાન પતંગ લૂંટવામાં જ હતું.
કમકમાટી ભર્યા મોતથી સ્થાનિકોમાં શોકનું મોજુ..
પ્રાથમિક માહિતી પ્રમાણે યુવાન પતંગ પકડવામાં એટલો તત્પર હતો. કે તેને ધ્યાન જ ના રહ્યું કે માલગાડી આવી રહી છે. નોંધનીય છે કે માલગાડીની અડફેટે યુવક આવી જતા તેનું મોત થયું છે. અત્યારે સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તથા ઘટનાની વિગતવાર તપાસ કરવા પણ આદેશ અપાઈ ચૂક્યો છે.
With Input: શાર્દૂલ ગજ્જર
ADVERTISEMENT