અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારે ગુજરાત રાજ્યમાં વિવિધ સામાજિક સંગઠનો એક્ટિવ થઈ ગયા છે. તેવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પાટિદાર સમાજના દિગ્ગજ ચહેરા છે. પાટીદારોને પોતાની તરફેણમાં કરવા માટે કોંગ્રેસ, ભાજપ હોય કે પછી AAP દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. અત્યારે નરેશ પટેલ સાથે વિવિધ પાર્ટીઓની બેઠકો મળવાનું પણ શરૂ થઈ ગયું છે. અગાઉ એવી અટકળો હતી કે નરેશ પટેલ ચૂંટણીના મેદાનમાં ઉતરશે પરંતુ ત્યારપછી તેમના પુત્ર શિવરાજનું નામ સામે આવ્યું હતું. જોકે આ તમામ અટકળો અત્યારે હકિકતમાં સામે આવી નથી, જેને જોતા પાટિદાર સમાજને પોતાની તરફેણમાં કરવા પક્ષો તેમનો સંપર્ક સાધી રહ્યા છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં નરેશ પટેલનું પ્રભુત્વ
ગુજરાત કોંગ્રેસના મત પ્રમાણે નરેશ પટેલનું સક્રિય રાજકારણમાં જોડાવવું કે નહીં એ અંગત નિર્ણય રહેશે. પરંતુ જો તેઓ 2017ની જેમ પોતાની ભૂમિકામાં રહેશે તો પણ ગુજરાત કોંગ્રેસને ઘણો મોટો ફાયદો થઈ શકે છે. અત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ભાજપ માટે પણ પાટીદાર મતદાતાઓ KEY ROLEમાં રહી શકે છે. જેથી ભાજપ અને આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલના સાથની ઝંખના રાખી શકે છે. કોંગ્રેસે આગામી ચૂંટણીમાં શું ફેરફાર કરી શકાય તથા કામગીરી હાથ ધરાય એ અંગે નરેશ પટેલનું માર્ગદર્શન મેળવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જોડાયા નથી..
નોંધનીય છે કે નરેશ પટેલ સત્તાવાર રીતે કોઈ પાર્ટીમાં જોડાયા નથી. પરંતુ વિવિધ રાજકીય પક્ષો સાથે તેમની બેઠકો થતી રહે છે. આ દરમિયાન તેમનો સાથ મેળવવા માટે કોંગ્રેસ સતત મહેનત કરી રહી છે. તેવામાં હવે 2022ની ચૂંટણીમાં પાટીદારો અને નરેશ પટેલ કોની તરફેણમાં રહેશે એ તો જોવા જોવું જ રહેશે.
ADVERTISEMENT