ABP C-Voter Survey: મધ્ય ગુજરાતમાં મતદારો વચ્ચે ભાજપ, કોંગ્રેસ કે AAP કોનો વધારે દબદબો રહેશે?

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 32થી 48 વચ્ચે બેઠકો મળતી હોવાનું અને આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી જ સીટ મળતી હોવાનું ઓપિનિયન પોલ મુજબ કહેવાઈ રહ્યું છે. ત્યારે મધ્ય ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ABP C-વોટર સર્વે મુજબ કેટલી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે?

કઈ પાર્ટીને કેટલી બેઠક મળવાનું અનુમાન
ABP ન્યૂઝ અને C-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે મધ્ય ગુજરાતમાં આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ મજબૂત પક્ષ રહેશે. મધ્ય ગુજરાતના 8 જિલ્લાની કુલ 61 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેમાં સર્વે મુજબ ભાજપને 46થી 50 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 10થી 14 જેટલી બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 1 અને અન્યને 2 જેટલી બેઠકો મળે તેવું અનુમાન આ સર્વેમાં લગાડવામાં આવ્યું છે.

મતોની ટકાવારીમાં પણ ભાજપ આગળ
મધ્ય ગુજરાતની બેઠકો પર કઈ પાર્ટીને કેટલા મત મળશે તેની ટકાવારીની વાત કરીએ તો તેમાં પણ ભાજપ જ સૌથી આગળ છે. સર્વે મુજબ, ભાજપને 47.4 ટકા મતો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 32.6 ટકા અને આમ આદમી પાર્ટીને 17.8 ટકા મત મળી શકે છે, જ્યારે અન્યને 2.2 ટકા મત મળી શકે છે. આ ચૂંટણીમાં ભલે આમ આદમી પાર્ટીને બેઠકો વધુ ના મળે પરંતુ તે ચોક્કસ પણે મતોનું વિભાજન કરશે. AAPના આવવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેની ચૂંટણીમાં મતોની ટકાવારી ઘટશે અને પરિણામે પાતળી સરસાઈથી જીતવાળી બેઠકોની સંખ્યા પણ વધી શકે છે.

    follow whatsapp