જો તમે Gmail યુઝર્સ છો, એટલે કે તમે Gmailનો ઉપયોગ કરો છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે જીમેલે કેટલાક એકાઉન્ટ્સને ડિલીટ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ એકાઉન્ટ 1 ડિસેમ્બર, 2023થી ડિલીટ થઈ જશે. ગૂગલની પોલિસી અનુસાર આ એકાઉન્ટ્સને ડિલીટ કરવામાં આવી રહ્યા છે. Gmail એકાઉન્ટ ડિલીટ થયા પછી તમે Google ડૉક્સ, કેલેન્ડર અને ફોટાને ઍક્સેસ કરી શકશો નહીં.
ADVERTISEMENT
કયા જીમેલ એકાઉન્ટ કરાશે બંધ?
ગૂગલ તરફથી 2 વર્ષથી ઇન-એક્ટિવ એકાઉન્ટને બંધ કરવામાં આવશે. એટલે કે જે એકાઉન્ટનો છેલ્લા 2 વર્ષથી ઉપયોગ કરવામાં આવ્યો નથી, તે તમામ એકાઉન્ટને બંધ કરવામાં આવી રહ્યા છે. જો તમે લાંબા સમયથી ગૂગલ એકાઉન્ટને લોગઇન નથી કર્યું, તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. જો તમે સતત જીમેલનો ઉપયોગ કરી રહ્યા છો એટલે કે જીમેલના એક્ટિવ યુઝર્સ છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવા કોઈ યુઝરનું જીમેલ એકાઉન્ટ ડિલીટ કરવામાં નહીં આવે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ગૂગલની પોલિસી અનુસાર, યુઝર્સની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ઇન-એક્ટિવ જીમેલ એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં ગૂગલનું કહેવું છે કે ઇન-એક્ટિવ અને જૂના જીમેલ યુઝર્સને હેકર્સ સરળતાથી નિશાન બનાવી શકે છે.
શું કરવું પડશે?
જો તમે છેલ્લા 2 વર્ષથી તમારા જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી અને તમારો ડેટા તે જીમેલમાં હાજર છે, તો તમારે આજે જ જીમેલમાંથી તમારો ડેટા સેવ કરી લેવો જોઈએ. નહીંતર 1 ડિસેમ્બર પછી તમારું Gmail, ગૂગલ ડૉક અને ગૂગલ ફોટા ડિલીટ થઈ જશે.
ADVERTISEMENT