દિલ્હીઃ ગુરુવારે ત્રિપુરા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ત્રિપુરાના સબરૂમ શહેરમાં ભાજપની જનવિશ્વાસ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન ગૃહમંત્રીએ અયોધ્યામાં રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 1 જાન્યુઆરી 2024 સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જશે. આની સાથે તેમણે ત્રિપુરાની રાજનીતિ પર પણ ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે જે રીતે કોંગ્રેસ દેશમાંથી ગાયબ થઈ ગઈ તે જ રીતે વામપંથી પણ દુનિયામાંથી દૂર થઈ જશે.
ADVERTISEMENT
ભાજપ ત્રિપુરામાં સુશાસન લાવી
દાયકાઓ જૂના સામ્યવાદી શાસન પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું કે અગાઉ ત્રિપુરાના લોકોને કોઈ સમસ્યા હોય તો તેમણે સામ્યવાદી કેડર પાસે જવું પડતું હતું. પરંતુ ભાજપે કેડર રાજ નાબૂદ કરીને ત્રિપુરામાં સુશાસન સ્થાપિત કર્યું છે.
ડબલ એન્જિન સરકારે સુધારા કર્યા
અમિત શાહે કહ્યું કે અગાઉ ત્રિપુરા આતંકવાદ, ઘૂસણખોરી, હડતાલ, ડ્રગ/શસ્ત્રોની દાણચોરી અને અન્યાય માટે જાણીતું હતું, પરંતુ જ્યારથી અહીં ભાજપની ડબલ એન્જિન સરકાર આવી છે, હવે રાજ્ય વિકાસ, સંદેશાવ્યવહાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત, રોકાણ, ઓર્ગેનિક ખેતી અને લોકોનું બહેતર સશક્તિકરણ થઈ રહ્યું છે.
અંધકારના સ્થાને અધિકાર આપ્યો..
ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિપુરામાં ભાજપ સરકારે અંધકારની જગ્યાએ અધિકારો, વિનાશની જગ્યાએ વિકાસ, સંઘર્ષની જગ્યાએ વિશ્વાસ, કુશાસનની જગ્યાએ સુશાસન આપવાનું કામ કર્યું છે. ભાજપે ત્રિપુરામાં વિકાસ અને લોકકલ્યાણનો નવો અધ્યાય શરૂ કર્યો છે.
ADVERTISEMENT