અમદાવાદ: મૈસૂરમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા પીએમ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને પરિવારના અન્ય સદસ્યોને બુધવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ પોતાની બીમાર માતા હીરાબાને મળવા માટે અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેમણે લોકોને કહ્યું કે, તમે મારા માતાના સ્વાસ્થ્ય વિશે જાણવા માંગતા હશો. તેમની તબિયત સ્થિર છે. કહેવાઈ રહ્યું છે કે તેમને એક-બે દિવસમાં રજા આપી દેવામાં આવશે. પ્રધાનમંત્રી માતાને મળીને દિલ્હી માટે રવાના થઈ ગયા છે. હું અમદાવાદમાં પોતાના ઘરે જઈ રહ્યો છું અને ત્યાં જ મારા માતાને મળીશ.’
ADVERTISEMENT
PM મોદી હીરાબાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા
નોંધનીય છે કે, ગઈકાલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 વાગ્યે હીરાબાને મળવા માટે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં લગભગ તેઓ દોઢ કલાક તેમની સાથે રહ્યા. ડોક્ટરો સાથે વાત કરીને તબિયત જાણી હતી. આ બાદ તેઓ દિલ્હી રવાના થઈ ગયા હતા. પીએમથી પહેલા તેમના ભાઈ સોમાભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હીરાબાના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. હીરાબાએ આ વર્ષે જૂનમાં જ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ માતા સોનિયાના પ્રેમથી ગાલ ખેંચ્યા! પુત્ર અને માતાની ભાવુક ક્ષણ વાઈરલ…
શ્વાસમાં લેવામાં સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
હીરાબાને મગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ ઉપરાંત તેમને કફની પણ સમસ્યા હતી. આ બાદ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં એડમિટ કરાયા હતા. ડોક્ટરોએ MRI અને સિટી સ્કેન કર્યો. આ બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે અને તબિયત સુધારા પર છે.
આ પણ વાંચો: ધીરુભાઈ અંબાણી અંગે ગૌતમ અદાણીએ કહ્યું- ‘લાખો ઉદ્યમિઓ માટે પ્રેરણા સ્ત્રોત’
રાહુલ ગાંધીએ હીરાબા માટે કરી પ્રાર્થના
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સંવેદના સાથે તેમની તબીયતમાં જલ્દી સુધારો થાય તેવી પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, એક માં અને પુત્રના વચ્ચેનો પ્રેમ અનન્ત અને અનમોલ હોય છે. મોદીજી, આ કઠોર સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરું છું કે તમારા માતાજી જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. જ્યારે પ્રિયંકા ગાંધીએ પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT