નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીનું 100 વર્ષની વયે શુક્રવારે નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે હીરા બાએ અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીને તેમની માતા હીરા બા સાથે ખાસ લગાવ હતો. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ ખાસ પ્રસંગ હોય અથવા PM મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે હોય ત્યારે તેઓ તેમની માતાને મળવા માટે સમય કાઢી લેતા હતા. પીએમ મોદી ઘણી વખત જાહેર મંચ પર પોતાની માતાનો ઉલ્લેખ કરતા રહ્યા છે. એક કાર્યક્રમમાં પણ જ્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પીએમ મોદીને કેટલાક પ્રશ્નો પૂછ્યા તો તે વાતચીત દરમિયાન પોતાની માતા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા પીએમ મોદી એટલા ભાવુક થઈ ગયા કે તેઓ સ્ટેજ પર જ રડી પડ્યા.
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું હતું કે, મારા પિતાના અવસાન બાદ અમે નાના હતા. પછી આજીવિકા માટે માતા પડોશના ઘરોમાં જઈને વાસણો સાફ કરવા, પાણી ભરવા, મજૂરી કરવા જતી… તમે કલ્પના કરી શકો છો કે એક માતાએ પોતાના બાળકોને ઉછેરવામાં કેટલી પીડા સહન કરી હશે.
માતાના નિધન પર વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ લખ્યું કે, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી એટલે કે ડહાપણથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો. વધુ એક ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું,એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… માતામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.
ADVERTISEMENT