ગુજરાતમાં અત્યારે ચૂંટણી યોજાય તો કોની સરકાર બને? જાતિ-ધર્મ નહીં આ રહેશે સૌથી મોટો મુદ્દો!

દિલ્હીઃ ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પર અત્યારે સમગ્ર દેશની નજર રહેલી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અને…

gujarattak
follow google news

દિલ્હીઃ ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પર અત્યારે સમગ્ર દેશની નજર રહેલી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ વધુ રોમાંચક બન્યો છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું જ શાસન છે. એક બાજુ દેશની અન્ય મોટાભાગની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળી રહ્યો છે. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસો કરીને વિવિધ ગેરંટીઓ આપી છે. આના કારણે ફ્રીનો જે વાયદો છે એની શું અસર થશે એ પણ જોવા જેવું રહેશે. TIMES NOW નવભારતના સર્વે મુજબ આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો જાતિ-ધર્મ નહીં પરંતુ મોંઘવારી અને બેરોજગારી છે.

ગુજરાતની જનતાનો મૂડ શું છે?
ETG રિસર્ચ સાથે TIMES NOW નવભારતે એક ખાસ સર્વે હાથ ધર્યો હતો. જે ચૂંટણી પહેલા જ વિવિધ પાર્ટીઓના પત્તા ખોલી દેશે. તેમના સર્વેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી મોટી ગેમ ચેન્જર રહેશે તથા ચૂંટણીમાં કયા મુદ્દાઓ લોકોને ગમશે એની માહિતી મળી હતી. સર્વે એજન્સી ETG રિસર્ચે આ સર્વે માટે સેમ્પલ સાઈઝ લીધી છે તે 4540 છે. આ સર્વેમાં Random Calling અને લોકો વચ્ચે જઈને તેમના મત લેવાની મેથોડોલોજી અપનાવી છે. આ સર્વેનો એ સવાલ જેમાં સીટનું પ્રોજેક્શન થવાનું છે એની સેમ્પલ સાઈઝ 18500ની છે.

કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાની સંભાવના
TIMES NOW નવભારતના સર્વે મુજબ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વે મુજબ, હાલ ગુજરાતમાં ચૂંટણી યોજાય તો ભાજપની સરકાર બની શકે છે. જ્યારે આ પછી કોંગ્રેસને 39થી 44 બેઠક મળી શકે છે. જ્યારે AAPને 13થી 18 વચ્ચે બેઠક મળી શકે છે અને અન્યને 2થી 4 બેઠકો મળી શકે છે.

ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો?
TIMES NOW નવભારતના સર્વે મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જાતિ-ધર્મથી વધુ મોટો મુદ્દો મોંઘવારી રહેશે. આગામી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી (49 ટકા), ત્યાર બાદ બેરોજગારી (26 ટકા), વિકાસ (14 ટકા) અને જાતિ-ઘર્મ (11 ટકા) રહેશે.

કોંગ્રેસને વધારે નુકસાન પહોંચશે
જો આ તમામ સમીકરણો પર ધ્યાન આપીએ તો કોંગ્રેસની વોટ બેંકને આમ આદમી પાર્ટી તોડી શકે છે. તેવામાં હવે 2017માં જેવી રીતે સમીકરણો હતા એને જોતા ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ભાજપ માટે રસાકસી ભર્યો પણ થઈ શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસને મોટાભાગની બેઠકો હાથમાંથી સરકી શકે છે.

    follow whatsapp