ગુજરાતમાં આ ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી કે ભ્રષ્ટાચાર કયો મુદ્દો મોટો રહેશે? સર્વેમાં જનતાએ શું કહ્યું

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 32થી 48 વચ્ચે બેઠકો મળતી હોવાનું અને આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી જ સીટ મળતી હોવાનું ઓપિનિયન પોલ મુજબ કહેવાઈ રહ્યું છે. આ સર્વેમાં આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો રહેશે તે અંગે પણ મતદારોને સવાલ કરવામાં આવ્યો હતો.

જનતા મુજબ બેરોજગારી સૌથી મોટી સમસ્યા
ABP C-વોટરના સર્વેમાં 31 ટકા લોકોએ આ વખતે બેરોજગારીનો મુદ્દો મોટો હોવાનું કહ્યું, જ્યારે 16 ટકાએ પાયાની સુવિધાઓનો મુદ્દો, 15 ટકાએ ખેડૂતોનો મુદ્દો, 8 ટકાએ મોંઘવારીનો મુદ્દો, 7 ટકાએ ભ્રષ્ટાચારનો મુદ્દો, 4 ટકાએ કોરોના મહામારીમાં કામનો મુદ્દો, 3 ટકાએ કાયદો અને વ્યવસ્થા, 3 ટકાએ રાષ્ટ્રીય મુદ્દા તથા 13 ટકાએ અન્ય મુદ્દા મહત્વના રહેશે તેવું મતદારોએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મુખ્ય મુદ્દા શું છે?
-બેરોજગારી – 31%
-પાયાની સુવિધાઓ – 16%
-ખેડૂત – 15%
-મોંઘવારી – 8%
-ભ્રષ્ટાચાર – 7%
-કોરોના મહામારીમાં કામ – 4%
-કાયદો અને વ્યવસ્થા- 3%
-રાષ્ટ્રીય મુદ્દા- 3%
-અન્ય- 13%

ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચારના મોડમાં
નોંધનીય છે કે, આગામી થોડા જ દિવસોમાં ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ શકે છે. જેને લઈને રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં AAP પણ ઝંપલાવી રહી છે. ત્યારે ચૂંટણીના ત્રીપાંખીયા જંગમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ કે AAP કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. જોકે સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસનું પરિણામ નબળું રહી શકે છે, જ્યારે ભાજપને ગત ચૂંટણીથી પણ વધુ બેઠકો મળે તેવું સર્વે પ્રમાણે કહેવાઈ રહ્યું છે.

    follow whatsapp