આ તે કેવો વિકાસ? દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં અલીગઢી તાળા, દર્દીઓની હાલત કફોડી

રજનીકાંત જોશી, દ્વારકા: ગુજરાતમાં સતત વિકાસ થતો હોવાની વાતો કરતી સરકાર માટે શરમજનક બાબત કહી શકાય કે દેવભૂમિ દ્વારકામાં ડોકટરો વગર સરકારી હોસ્પિટલમાં અલીગઢી તાળાં…

gujarattak
follow google news

રજનીકાંત જોશી, દ્વારકા: ગુજરાતમાં સતત વિકાસ થતો હોવાની વાતો કરતી સરકાર માટે શરમજનક બાબત કહી શકાય કે દેવભૂમિ દ્વારકામાં ડોકટરો વગર સરકારી હોસ્પિટલમાં અલીગઢી તાળાં લાગ્યા છે.  દ્વારકા એક ધાર્મિક સ્થળ છે. અને અહી અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે એક માત્ર ડૉક્ટર રજા પર હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે.

પશ્ચિમ ગુજરાતના સમુદ્ર કિનારે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં 50 હજારથી વધુની વસ્તી અને સરાસરી રોજના 15 થી 20 હજાર યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. પરંતુ દ્વારકાની સિવિલ હોસ્પિટલ માંદગીના ચોથા સ્ટેજ ઉપર ચાલી રહી છે. આજે વહેલી સવારથી દ્વારકા સરકારી હોસ્પિટલમાં એક માત્ર ડોક્ટર રજા ઉપર ચાલ્યા જતા સ્થાનિક અને દૂર દૂરથી આવતા દર્દીઓ પીળા સાથે ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા હતા .

દારૂબંધી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉ. સાહિલ નશાની હાલતમાં ઝડપાયો, ઉઠયા અનેક સવાલો

વિકસિત ગુજરાતની સિવિલમાં નથી તબીબ
દ્વારકા શહેર સહિત જિલ્લાભરના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આર્શિવાદ સમાન સીવીલ હોસ્પિટલમાં એક માત્ર ડૉક્ટર છે.  જ્યારે ડોકટર રજા પર હોય છે ત્યારે નિષ્ણાંત તબીબોના અભાવે દર્દીઓના સ્વજનોને અસંતોષકારક સેવા મળી રહી છે. કડકડતી ઠંડીમાં દિવસોમાં દૂર દૂરથી અત્રે તબીબી સારવાર લેવા આવતા દર્દીઓને નિષ્ણાંત તબીબોના અભાવે ધરમધકકા થતા હોય છે. અથવાતો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબૂર થવું પડે છે.

80 ટકાથી વધુનો સ્ટાફની જગ્યા ખાલી
દ્વારકા સરકારી હોસ્પિટલના મુખ્ય અધિકારી ચંદારાણા સાહેબની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી ઉચ્ચકક્ષાએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ 80% થી વધુ ન સ્ટાફ ભરતી કરવામાં આવતો ન હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp